Tuesday, November 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બરડાથી બોટાદ સુધી બૃહદ ગીર બની શકે, વનતંત્ર દ્વારા ચકાસાઈ રહી છે સંભાવના

સિંહએ બરડો, વેળાવદર અને કોડિનારનો ત્રિકોણીય કોરિડોર બનાવતા નવા રહેણાંકો બનાવવા જરૂરી

dharmendravaghela by dharmendravaghela
2025-02-07 11:47:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જૂનાગઢના સાસણ ગીરથી સાવજો વર્ષોથી બહાર નીકળી ગયા છે. બરડા, વેળાવદર અને કોડીનાર એમ 3 તરફ પોતાનું સામ્રાજ્ય ફેલાવવા માટે ત્રિકોણીય કોરિડોર બનાવ્યો છે. પોતાનો વિસ્તાર જાતે જ વધારીને અત્યારે વનરાજો રાજ્યના 30,000 ચોરસ કિલોમીટરમાં ફેલાઈ ગયા છે. જેના પગલે પ્રવાસન ઉદ્યોગના વિકાસની સંભાવના પણ બળવત્તર બની છે. પોરબંદર અને જામનગરની વચ્ચે આવેલા બરડા ડુંગરથી લઈને બોટાદ સુધી બૃહદ ગીર બની શકે તેવી સંભાવના વનતંત્ર દ્વારા ચકાસાઈ રહી છે.
બૃહદ ગીરની ભૂગોળ મૂળ ગીર કરતા ઘણી ખરી અલગ પડે છે. કારણ કે, અહીંનો એક મોટો પ્રદેશ ડોલોમાઈટ અને બેસાલ્ટ પ્રકારના પથ્થરો સાથે ચૂનાના પથ્થરોનું મિશ્રણ ધરાવે છે. જોકે, એનાથી સિંહોને ખાસ ફરક પડ્યો નથી. સાસણ છોડીને વર્ષોથી બહાર નીકળી ગયેલા સિંહોના વિવિધ ગ્રુપોએ અન્ય પ્રદેશોમાં વસવાટ શરૂ કરી જ દીધો છે તો કેટલીક જગ્યાએ વન વિભાગે પણ વસાવ્યા છે. જેના માટે રહેઠાણ, પાણી અને ખોરાક સહિતની વ્યવસ્થા તો થઈ રહી છે, સાથોસાથ જમીન સંપાદન અને સંરક્ષણના માપદંડોનું મૂલ્યાંકન પણ જરૂરી બન્યું છે.
પ્રદેશના બંધનો તોડીને સિંહોએ પોતાની અનુકૂળ જગ્યાએ રહેઠાણ બનાવી નાખ્યા છે ત્યારે હવે બૃહદ ગીરના વિસ્તૃતિકરણની સત્તાવાર ઘોષણા જ બાકી રહી છે.આજથી પાંચ સાત વર્ષ પહેલા બોટાદમાં સિંહનું કોઈ જ મેનેજમેન્ટ નહોતું પણ હવે ડિવિઝન ઉભું થઈ ગયું છે અને એ ડિવિઝન સિવાય પણ સિંહો જ્યાં હોય ત્યાં તેને લગતી જંગલ ખાતાની સ્કીમો લાગુ પડે છે. વન્ય પ્રાણીઓના કોરીડોરમાં ખાંભા, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, લીલીયા, ગારીયાધાર, મહુવા, તળાજા, પાલીતાણા, સિહોર, ઘોઘા, ભાવનગર અને વલભીપુરનો સમાવેશ થાય છે. ખંભાતનો અખાત અને અરબી સમુદ્રના પૂર્વીય વિસ્તારનો દક્ષિણી ભાગ, જેમાં શેત્રુંજી અને કાળુભાર નદીના વિસ્તારનો પણ સમાવેશ થઈ જાય છે.

Tags: bruhad girgujarat
Previous Post

સુરતના કેદારનું મોત દુર્ઘટના નહિ, SMCની બેદરકારી: ગટર વિભાગના અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

Next Post

ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત પર લાદ્યા પ્રતિબંધો

dharmendravaghela

dharmendravaghela

Related News

દિલ્હીમાં નાગરિકોનો વાયુ પ્રદૂષણ સામે ઉગ્ર વિરોધ
તાજા સમાચાર

દિલ્હીમાં નાગરિકોનો વાયુ પ્રદૂષણ સામે ઉગ્ર વિરોધ

November 10, 2025
ટ્રમ્પ 700થી વધુ પ્રોડક્ટ પર ટેરિફ ઝીંકે તેવી શક્યતા!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ 700થી વધુ પ્રોડક્ટ પર ટેરિફ ઝીંકે તેવી શક્યતા!

November 10, 2025
મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના 5 સભ્યો દટાયા
તાજા સમાચાર

મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના 5 સભ્યો દટાયા

November 10, 2025
Next Post
ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત પર લાદ્યા પ્રતિબંધો

ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત પર લાદ્યા પ્રતિબંધો

દિલ્હી-નોઈડાની અનેક શાળાઓમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટની ધમકી

દિલ્હી-નોઈડાની અનેક શાળાઓમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટની ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.