Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

30 લકઝરી કાર સાથે નબીરાઓએ જાહેરમાં સિનસપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા

મંત્રીનો પણ ન હોય એવો કાફલો રસ્તા પર નીકળ્યો, પોલીસ અજાણ, સ્કૂલે પણ હાથ ઊંચા કરી દીધા

dharmendravaghela by dharmendravaghela
2025-02-10 11:37:28
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતમાં નબીરાઓ 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ, સ્કોડા જેવી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી. તેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓે આ રીતે જાહેરમાં સિનસપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે. સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય એટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હોવા છતા પોલીસને આ બાબતની કોઈ જાણકારી નથી. તો બીજી તરફ આ વીડિયો વાઈરલ થતા શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે અને તેઓએ તો બસ મોકલી હતી પણ વિદ્યાર્થીઓ કારમાં આવ્યા હોવાની વાત કરી છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા, મર્સીડીઝ, બીએમડબ્લ્યુ જેવી 30 જેટલી લકઝરી કાર લઈને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં વિદ્યાર્થીઓ કારના રૂફટોપમાંથી બહાર નીકળી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. એક સાથે રસ્તા પર 30 જેટલી કાર દોડાવતા અન્ય વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.
સામાન્ય રીતે આ રીતે કારનો કાફલો સરકારી મંત્રી અને વીઆઈપી લોકોનો હોય છે. જો કે, તેમાં પણ આટલી બધી લકઝરી કાર નથી હોતી. સુરતના રાંદેરના ડી માર્ટથી શરૂ થયેલો આ રોડ શો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી ચાલ્યો હતો. તેમ છતાં આ સમગ્ર બાબતે પોલીસ અજાણ જોવા મળી રહી છે. આ મામલે પોલીસને પૂછતાં તેઓએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓ કે સ્કૂલે કોઈ મંજુરી લીધી નહોતી. પાલ અને રાંદેર પોલીસે જણાવ્યું કે, “અમે આ અંગે કોઈ જાણ કરી નહોતી. જો વાહન વ્યવહારના નિયમો તોડવામાં આવ્યા હશે, તો તપાસ કરીશું. બીજી તરફ, ફાઉન્ટેન હેડ સ્કૂલે પણ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો. સ્કૂલના એડમિન હેડે સ્પષ્ટ કહ્યું કે, “આ આયોજન અમારૂ નહોતું, વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોઈ પણ મંજૂરી વગર ગાડીઓ લાવી. અમે તો સ્કૂલ બસ મોકલી હતી, પણ કોઈએ તેનો ઉપયોગ કર્યો ન હતો. અમે એક પણ કારને સ્કૂલના કેમ્પસમાં પ્રવેશવા દીધી નહોતી.

Tags: car stuntfarewellfountainhead schoolkukaniolpadsurat
Previous Post

નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકા : જવાહરનગરમાં અડધા કલાકમાં 3ના મોત

Next Post

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંગમ સ્થળે કરશે પવિત્ર સ્નાન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંગમ સ્થળે કરશે પવિત્ર સ્નાન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંગમ સ્થળે કરશે પવિત્ર સ્નાન

તિરૂપતિ લાડુ વિવાદમાં CBIની મોટી કાર્યવાહી, ભેળસેળ મામલે 4ની ધરપકડ

તિરૂપતિ લાડુ વિવાદમાં CBIની મોટી કાર્યવાહી, ભેળસેળ મામલે 4ની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.