ગુરુવારે રાત્રે મહાકુંભ દરમિયાન કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણીનંદગિરી ઉર્ફે છોટી મા પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ આશીર્વાદના બહાને કાર રોકી અને છરીથી હુમલો કર્યો.આ દરમિયાન ગુરુવારે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી પરમાનંદ મહારાજની તબિયત લથડી હતી. છાતીમાં દુખાવો થતાં તેમને સેન્ટ્રલ હોસ્પિટલ મહાકુંભમાં લાવવામાં આવ્યા હતા. અહીં તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. આ પછી, તેમને SRN હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને પછી અહીંથી એરલિફ્ટ કરીને AIIMS દિલ્હી લઈ જવામાં આવ્યા.
આજે મહાકુંભનો 33મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 49.14 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને આજે પણ સંગમ સ્ટેશન બંધ રાખવામાં આવ્યું છે. આજે અને કાલે ધોરણ 8 સુધીની શાળાઓ બંધ રહેશે. ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે. 14 થી 19 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભમાં 4 વિશ્વ રેકોર્ડ બનશે. ગંગા પંડાલમાં આજથી સંગીત કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આમાં કૈલાશ ખેર, મોહિત ચૌહાણ, કવિતા સેઠ, નવદીપ વડાલી જેવા બોલિવૂડ ગાયકો પરફોર્મ કરશે.