નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીર સાવરકર પ્રાથમિક શાળા નં.-૮ માં બાળકો માતા પિતાના મહત્વને અને માતા પિતાનું સ્થાન પોતાના જીવનમાં ઈશ્વર તુલ્ય છે આ વાત સમજે એ હેતુથી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ માતા પિતા વંદના અને પુજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં પ્રતિક સ્વરૂપે ચાલીસ જેટલા વાલીઓ માતા અથવા પિતા કે માતા-પિતા બંને ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટે ઉપસ્થિત તમામ માતા પિતાનુ શાળા પરિવાર વતી સ્વાગત કરી આ કાર્યક્રમના મહત્વ વિશે તેમજ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોની વાત કરી હતી. શાળાના ઉપસ્થિત વાલીઓ, બાળકોએ તેમજ શાળા પરિવારે દિપ પ્રાગટય કર્યું અને શહિદોને પુષ્પાંજલિ અર્પી હતી. શાળાના બાળકોએ માતૃપિતૃ વંદન અને શહીદ વંદનની સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી. આ કૃતિઓ શિક્ષક શોભનાબેન નરેલાએ તૈયાર કરાવી હતી. શાળાના બાળકોએ માતાપિતાનું મહત્વ વિશે તેમજ પુલવામા એટેક વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ શાળાના શિક્ષક અલ્પાબેન ત્રિવેદી અને અલ્પાબેન કટુડિયાએ માતૃપિતૃ પુજન ખૂબ સુંદર રીતે કરાવ્યું. કાર્યક્રમમાં જ્યારે બાળકોએ પોતાના માતા પિતાની આરતી કરી અને પ્રદક્ષિણા કરી ત્યારે વાતાવરણ એટલું ભાવુક હતું કે ઘણા વાલીઓ અને બાળકોની આંખોમાં આંસુ આવી ગયા. આ કાર્યક્રમનું સંચાલન અલ્પાબેને કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન કટુડિયાએ અને રામજીભાઈ ભાલિયાએ આભારવિધિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે મૌલિકભાઈ, કૌટિલ્યભાઈ સહિત શાળા પરિવારે બનાવવા જહેમત ઉઠાવી હતી.