પૃથા વડોદરીયા દ્વારા રચાયેલ પેઇન્ટિંગ પ્રદર્શન “માય આર્ટ, માય થોટ્સ” તા. 15 અને 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન ખોદીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે યોજાવાનું છે.
જેનું ઉદઘાટન 15મી ફેબ્રુઆરી, સવારે 10:30 કલાકે, પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરીયા, જીલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ બી. પરમાર ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ કલાકેન્દ્ર ભાવનગરના સંયોજક શૈલેશભાઈ ડાભી અને કલાકારો પ્રદીપભાઈ ચૌહાણ, જગદીશ ભાઈ જોશી સહિતના મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં થશે.
આ પ્રદર્શન કલાકારની અંદરની અનુભૂતિઓ અને કલાત્મક અભિવ્યક્તિઓનું દર્શન કરાવશે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમમાં તમામ કલાપ્રેમીઓને જાહેર નિમંત્રણ અપાયું છે