રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને બપોર સુધીમાં પરિણામો સ્પષ્ટ થઈ જશે. ભાજપ અને કોંગ્રેસે બંન્ને પક્ષોએ જીતના દાવા કર્યા છે.
66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું છે. જે 2018ની સરખામણીમાં 3.35 ટકા ઓછું છે. એકંદરે વર્ષ 2018માં 75 નગપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિન હરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું. 66 પાલિકાની 167 બિન હરિફમાંથી ભાજપની 162, કોંગ્રેસની 1 અને અન્ય 4 સીટ બિન હરીફ થઈ છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા કુતિયાણા નગરપાલિકાને લઈ કાંધલ જાડેજાની તથા જેતપુર નગરપાલિકાને લઈ જયેશ રાદડિયાની રહી છે. આમ તેમના રાજકીય વર્ચસ્વની પણ પરીક્ષા છે.