રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે આરોપી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ દૃશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી બન્ને આરોપીને લઈ અમદાવાદ સાઇબર ક્રાઇમ ગુજરાત પહોંચશે.
મળતી માહિતી પ્રમાણે, મહિલાઓના સારવાર દરમિયાન સીસીટીવી ફૂટેજ મેળવીને અલગ-અલગ લોકોને ટેલિગ્રામ ચેનલ પર જોવા માટે લિંક મોકલવાના પ્રકરણમાં બે આરોપીને અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના બે અલગ-અલગ જિલ્લામાંથી ધરપકડ કર્યા છે. આ બંને આરોપીઓ પહેલાથી આ પ્રકારે મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. આ બંને આરોપીને અમદાવાદ સાબર ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા બાદ તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.
હજી પણ આ સમગ્ર દિશામાં તપાસ ચાલી રહી છે. રાજકોટની જે હોસ્પિટલમાં સીસીટીવી આ યુ-ટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યા હતા તે તપાસમાં પણ સ્પષ્ટ થયું છે કે હોસ્પિટલના સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતાં. બાદમાં આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચતા કરી દીધા હતાં.