આજે મહાશિવરાત્રિનો અવસર છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદીરે શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારે પ્રાતઃ આરતી અને શણગારના દર્શન કરીને ભાવિક ભક્તો ધન્ય બન્યા હતા.સોમનાથ મંદિરના મંદિર ટ્રસ્ટ અને પોલિસ તંત્રે ચુસ્ત બંદોબસ્ત અને ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હરહર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સોમનાથમાં ભકતોનુ ઘોડાપુર જોવા મળ્યું હતું.