વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ‘ઓસ્કાર 2025’ અથવા 97મો એકેડેમી એવોર્ડ્સનું આયોજન અમેરિકાના લોસ એન્જલસમાં થયું હતું. આ કાર્યક્રમ 2 માર્ચે સાંજે 7 વાગ્યે લોસ એન્જલસમાં ઓવેશન હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. એમી વિજેતા લેખક, નિર્માતા અને હાસ્ય કલાકાર કોનન ઓ’બ્રાયન હોસ્ટ કરી રહ્યા છે. 97મા એકેડેમી એવોર્ડ્સના હોસ્ટ તરીકે આ તેમનું ડેબ્યુ છે. ઓ’બ્રાયને અગાઉ 2002 અને 2006માં એમી એવોર્ડ્સમાં હોસ્ટીંગ કરી ચૂક્યા છે. તે પોતાના સિગ્નેચર હાસ્યથી ઓસ્કાર નાઇટને યાદગાર બનાવી હતી. પહેલી વાર તેમણે ઓસ્કાર એવોર્ડ્સનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી છે. આ કાર્યક્રમમાં ઘણા સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કર્યું.
મિકી મેડિસનને ફિલ્મ અનોરા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર જીત્યો છે. સીન બેકરે શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઓસ્કાર જીત્યો છે. ‘અનોરા’ ફિલ્મને શ્રેષ્ઠ દિગ્દર્શનનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ‘આઈ એમ સ્ટિલ હીયર’ને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો. શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ ‘આઈ એમ સ્ટિલ હીયર’ (બ્રાઝિલ) ને મળ્યો. ‘ધ બ્રુટાલિસ્ટ’ ને શ્રેષ્ઠ ઓરિજિનલ સ્કોરનો એવોર્ડ જીત્યો છે.