Sunday, August 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ICC ટુર્નામેન્ટમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા

દમદાર પરફોર્મન્સ : 4 મેચમાં ફ્લોપ રહ્યો, પછી ફાઈનલમાં ચમક્યો

dharmendravaghela by dharmendravaghela
2025-03-10 11:35:49
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આખી ટુર્નામેન્ટમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. તેણે કેપ્ટન રોહિત શર્માએ ફાઇનલમાં 76 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ સામેની તેની ઇનિંગ્સે ભારતની જીતનો મજબૂત પાયો નાખ્યો. રોહિતની ઇનિંગ બાદ ભારતે 49મી ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 252 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો. રવિવારે દુબઈમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર કિવી ટીમે 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ શરૂ થાય તે પહેલાં કેપ્ટન રોહિતના ફોર્મ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. તે છેલ્લી 5 ઇનિંગ્સમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. તેનો શ્રેષ્ઠ સ્કોર પણ ફક્ત 41 રનનો હતો, જે તેણે બાંગ્લાદેશ સામેની ટુર્નામેન્ટની પહેલી મેચમાં બનાવ્યો હતો. ફાઈનલમાં, ન્યૂઝીલેન્ડે આપેલા ટાર્ગેટને ચેઝ કરતી વખતે, તેણે છગ્ગો ફટકારીને ટીમની શરૂઆત કરી. પછી શુભમન ગિલ સાથે મળીને, તેણે પહેલા પાવરપ્લેમાં વિકેટ પડવા દીધી નહીં. રોહિતે શુભમન સાથે સદીની ભાગીદારી કરી. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા. તેની ઇનિંગ્સે જ ટીમને મુશ્કેલ ટાર્ગેટ સામે મજબૂત પાયો પૂરો પાડ્યો. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઑફ ધ મેચ પણ પસંદ કર્યો હતો.
રોહિત શર્મા પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારત માટે વન-ડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 56 મેચમાં 52 થી વધુની સરેરાશથી 2506 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 17 અડધી સદીનો સમાવેશ થાય છે. જોકે, રવિવાર પહેલા રોહિતે કોઈ પણ ICC ટુર્નામેન્ટની ફાઈનલમાં એક પણ ફિફ્ટી ફટકારી નહોતો. તે ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફીની 8 ફાઈનલમાં રમ્યો છે. 2023ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે તેનો સર્વોચ્ચ સ્કોર 47 રન હતો. તેણે નવમી ICC ફાઈનલમાં ફિફ્ટી ફટકારી અને ટીમને વિજય તરફ દોરી પણ ગયો.
રોહિત શર્માએ 2 T20 વર્લ્ડ કપ, 1 ODI વર્લ્ડ કપ, 1 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 1 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. આ 5 ICC ટુર્નામેન્ટમાં, ભારતે 31 મેચ રમી, 27 જીતી અને ફક્ત 4 હારનો સામનો કરવો પડ્યો. આમાંથી 2 જીતે ટીમને ICC ટાઇટલ પણ અપાવ્યા. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમે સતત 13 ICC મેચ જીતી છે. જોકે, રોહિત જે 4 મેચ હારી ગયો તેમાંથી 3 નોકઆઉટ તબક્કામાં હતી. આમાંથી બે હાર ફાઈનલમાં થઈ હતી. એક જ ટુર્નામેન્ટમાં ફક્ત 1 વાર તેને 2 હારનો સામનો કરવો પડ્યો, આ ટુર્નામેન્ટ 2022 T20 વર્લ્ડ કપ હતી. ત્યારે ટીમનો ગ્રૂપ સ્ટેજમાં સાઉથ આફ્રિકા સામે અને સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો.
ICCની 4 ટુર્નામેન્ટ હોય છે; વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી. તેમાં ભારતના સૌથી સફળ કેપ્ટન એમએસ ધોનીનો પણ સમાવેશ થાય છે. જેમણે ટીમને 69% મેચ જીત અપાવી. તેમના નામે 3 ICC ટાઇટલ પણ છે. મેચ જીતવાની બાબતમાં રોહિત બીજા ક્રમે છે. તેની કેપ્ટનશીપમાં ટીમે બીજી વખત ICC ટ્રોફી જીતી. આ સાથે, રોહિત ICC ટુર્નામેન્ટમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન બની ગયો. તેના પછી, સૌરવ ગાંગુલી અને કપિલ દેવે 1-1 ICC ટાઇટલ જીત્યું છે.

Tags: Dubaifinalrohit sharma champions trophy
Previous Post

ચેમ્પિયન્સ ટ્રોફીની જીત બાદ મધ્યપ્રદેશના મહુમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

Next Post

ટીમ ઈન્ડિયા : 2 વર્લ્ડ કપ, બે T20 વિશ્વ કપ અને 3 ચેમ્પિયન્સ ટ્રોફી

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ટીમ ઈન્ડિયા : 2 વર્લ્ડ કપ, બે T20 વિશ્વ કપ અને 3 ચેમ્પિયન્સ ટ્રોફી

ટીમ ઈન્ડિયા : 2 વર્લ્ડ કપ, બે T20 વિશ્વ કપ અને 3 ચેમ્પિયન્સ ટ્રોફી

ટ્રુડોના સ્થાને બનશે ભૂતપૂર્વ ગવર્નર માર્ક કેનેડાના નવા વડા પ્રધાન

ટ્રુડોના સ્થાને બનશે ભૂતપૂર્વ ગવર્નર માર્ક કેનેડાના નવા વડા પ્રધાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.