ડાયાબિટીસની દવા એમ્પાગ્લિફ્લોઝિનના જેનરિક વર્ઝન બજારમાં આવી ગયું છે. જર્મન ફાર્માસ્યુટિકલ કંપનીએ તેને જાર્ડિયન્સ બ્રાન્ડ નામથી વેચી દીધી હતી. બજાર હિસ્સાની દ્રષ્ટિએ ભારતની ચોથી સૌથી મોટી કંપની મેનકાઇન્ડ ફાર્માએ દવાના જેનરિક વર્ઝનને કિંમતના દસમા ભાગની કિંમતે દેશમાં ઉપલબ્ધ કરાવી છે. એમ્પાગ્લિફ્લોઝિનની કિંમત, જે અગાઉ પ્રતિ ટેબ્લેટ 60 રૂપિયા હતી, હવે પ્રતિ ટેબ્લેટ માત્ર 6 રૂપિયામાં મળશે.
ભારતની ચોથી સૌથી મોટી દવા કંપની મેનકાઈન્ડ ફાર્માએ ડાયાબિટીશની દવા એમ્પાગ્લિફ્લોઝિન 10 મિલિગ્રામ વેરિઅન્ટ માટે પ્રતિ ટેબ્લેટ 5.49 રૂપિયાનાં ભાવે બજારમાં લોન્ચ કરતા દર્દીઓને મોટી રાહત થઈ છે. અગાઉ આ દવાનો ભાવ 60 રૂપિયા પ્રતિ ટેબ્લેટ હતો, જે નવા ભાવ કરતા 10 ગણો વધારે હતો. હવે કંપનીએ 25 મિલિગ્રામ વેરિઅન્ટ માટે પ્રતિ ટેબ્લેટ 9.90 રૂપિયાના ભાવે રજૂ કરી છે.
મેનકાઈન્ડ ફાર્માના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ જુનેજાએ જણાવ્યું હતું કે, આ લોન્ચ સાથે, મેનકાઈન્ડ ફાર્માએ ફરી એકવાર ખર્ચ અવરોધો તોડીને એક એવું ઉત્પાદન ઓફર કર્યું છે, જે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને પોષણક્ષમતાને જોડે છે. એમ્પાગ્લિફલોઝિનએ SGLT-2 (સોડિયમ-ગ્લુકોઝ કો-ટ્રાન્સપોર્ટર-2) અવરોધક છે જેનો ઉપયોગ આહાર અને કસરત સાથે ટાઈપ 2 ડાયાબિટીસ અથવા ડાયાબિટીસ મેલીટસ, ક્રોનિક કિડની રોગ અને ક્રોનિક હૃદય નિષ્ફળતાની સારવાર માટે થાય છે. આ દવા કિડનીમાં SGLT-2 પ્રોટીનને અવરોધિત કરીને કાર્ય કરે છે.