ઓસ્કર એવોર્ડ વિજેતા સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાનની તબિયત રવિવારે સવારે અચાનક બગડી હતી. છાતીમાં દુખાવો થતાં તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયતમાં સુધારો થયા બાદ તેમને રજા આપવામાં આવી છે.58 વર્ષીય સંગીતકારને આજે સવારે 7.30 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનો ઈસીજી પણ કરાવવામાં આવ્યો હતો. ઇમરજન્સી વોર્ડમાં દાખલ એ.આર. રહેમાન સતત નિષ્ણાત ડોકટરોની ટીમની દેખરેખ હેઠળ હતા. ચેન્નાઈની એપોલો હોસ્પિટલે એક આરોગ્ય સલાહકાર જારી કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગાયકને ડિહાઇડ્રેશનના લક્ષણો હતા. આરોગ્ય તપાસ બાદ તેમને રજા આપવામાં આવી છે.
સાયરા રહેમાને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે એ.આર. રહેમાન અને અન્ય લોકોનો તેમના સમર્થન બદલ આભાર માન્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘થોડા દિવસો પહેલાં સાયરા રહેમાનને મેડિકલ ઇમર્જન્સીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમની સર્જરી કરવામાં આવી હતી. આ પડકારજનક સમયમાં તેમનું એકમાત્ર ધ્યાન જલદી સ્વસ્થ થવા પર છે. તે પોતાની આસપાસના લોકોની ચિંતા અને સમર્થનની કદર કરે છે અને ઘણા શુભેચ્છકો અને સમર્થકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિનંતી કરે છે.’
એ.આર. રહેમાન અને સાયરા બાનોનાં લગ્ન 1995માં થયાં હતાં. તેમને ત્રણ બાળકો છે, બે પુત્રીઓ- ખાતીજા અને રહીમા અને એક પુત્ર, જેનું નામ અમીન રહેમાન છે, જોકે આ દંપતીએ નવેમ્બર 2024માં એક સંયુક્ત નિવેદન દ્વારા તેમના અલગ થવાની જાહેરાત કરી. તાજેતરમાં એ.આર. રહેમાનની પૂર્વ પત્ની સાયરા બાનુને પણ મેડિકલ ઈમર્જન્સીને કારણે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી.