ગુજરાતના ગામેગામ તથ્ય ફરી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી ગાડી રફ્તારમાં ચલાવીને લોકોનો જીવ લેવાનો કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં 100-120ની સ્પીડે આવતી કારે 3ને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિજ્યું છે. તો ઈજાગ્રસ્ત સગીરાને હેમરેજ થતાં સારવારમાં મોકલાઈ છે. સ્થાનિક લોકોએ અકસ્માત સર્જીને ભાગી રહેલા બે યુવકોને પકડી પાડ્યાં છે. રાજકોટમાં 16 માર્ચની રાત્રે 10થી 11 વાગ્યાની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફૂલ સ્પીડે આવતી કારે રસ્તે જતાં ત્રણ જેટલા વાહનચાલકોને અડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં એક્ટિવા લઈને પેટ્રોલ પુરાવવા જતાં દૂધની ડેરીના માલિક 69 વર્ષીય પ્રફુલભાઈ ઉનડકટને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક પર કાકા આયુષ ડોબરીયા સાથે જતી 12 વર્ષની દીકરીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને હેમરેજ થયાનું તબીબોએ જણાવ્યું હતું.
અકસ્માત જોનાર લોકોના જણાવ્યા મુજબ, કારની સ્પીડ 100થી 120 હતી. આ સાથે કારચાલક યુવકે નશો કર્યો હોવાની ચર્ચા થઈ રહી હતી. જોકે આ ઘટના બાદ માલવિયાનગર પોલીસે કારચાલકની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન પોલીસે આરોપી ડ્રાઇવર ઋત્વિચ રમેશભાઇ પટોળીયા અને તેની સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટકની પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી. અકસ્માત સર્જનાર કાર કિયા કંપનીની અને તેનો નંબર GJ01 KX 5080 છે.
કારમાં સવાર બે યુવતીઓ ભાગી ગઈ
કાર ચાલકે અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા. જોકે, કારમાં બે યુવતી અને બે યુવકો સવાર હતા. પરંતું અકસ્માત સર્જાતા બે યુવતીઓ ફરાર થઈ ગઈ હતી. બે યુવકોને સ્થાનિકોએ પકડીને પોલીસને સોંપ્યા હતા. માલવિયા નગર પોલીસે બંનેની અટકાયત કરી છે. અકસ્માત સર્જાતા લોકોના