Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફેન્ટાનિલ ડ્રગ્સ બનાવવા સુરતથી વિદેશમાં કેમિકલ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

નામાંકિત કેમિકલ્સ કંપનીઓની સંડોવણી ખૂલી, ATSએ મહિલા ઉદ્યોગપતિ સહિત બેને ઝડપી પાડ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-03-19 11:49:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વર્લ્ડના કુખ્યાત મેક્સિકન ડ્રગ માફિયા સિનોલોઆ કાર્ટેલ અને સુરતના બે ઉદ્યોગપતિઓ વચ્ચે પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદેસર નિકાસના કૌભાંડનો ગુજરાત ATS દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત ATSની ટીમે સુરતના ઉદ્યોગપતિ સતિષકુમાર હરેશભાઈ સુતરીયા અને યુક્તાકુમારી આશિષકુમાર મોદી સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. આ બંને ઉદ્યોગપતિઓ ફેન્ટાનિલ નામનું પ્રતિબંધિત ડ્રગ બનાવવા માટેના કેમિકલ્સ મેક્સિકો, ગ્વાટેમાલા અને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા એટીએસ વધુ તપાસ હાથ ધરશે.
ગુજરાત ATS દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે, સુરતના એથોસ કેમિકલ્સ પ્રા.લિ., અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ અને એસ.આર. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સની મદદથી મેક્સિકો અને ગ્વાટેમાલાની કંપનીઓને ગેરકાયદેસર ડ્રગ-મેકિંગ કેમિકલ્સ પહોંચાડવામાં આવતાં હતા. આ કેમિકલ્સ ગ્વાટેમાલા સ્થિત J&C Import કંપનીને મોકલવામાં આવતાં હતા, જે સિનોલોઆ કાર્ટેલ સાથે સીધા સંકળાયેલી હોવાનું અનુમાન છે. બન્નેની ધરપકડ બાદ સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બન્નેના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ મંજૂર કર્યા છે.ATS બંન્નેને લઇ અમદાવાદ નીકળી ગઈ છે.
ગુજરાત ATSને મળેલી બાતમી અનુસાર, આ ઉદ્યોગપતિઓ ગેરકાયદેસર રીતે ડ્રગ બનાવવાના ચાવીરૂપ કેમિકલ્સને બોગસ નામ અને ખોટા દસ્તાવેજો દ્વારા નિકાસ કરતા હતા.1-Boc-4-Piperidoneને Vitamin C તરીકે લેબલ કરી એર કાર્ગો મારફતે મોકલવામાં આવ્યું હતું. 4-Anilino-N-phenethylpiperidine (ANPP) અને N-Phenethyl-4-piperidinone (NPP) જેવા કન્ટ્રોલ્ડ સબસ્ટન્સને ખોટા દસ્તાવેજો દ્વારા વિદેશ મોકલવા માટે તૈયાર કરવામાં આવતું હતું. આ કેમિકલ્સનું મોટો જથ્થો કસ્ટમ અને આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ એજન્સીઓની નજરોથી છુપાવીને મોકલવામાં આવતો હતો.
આ બંને ઉદ્યોગપતિઓ બોગસ એન્ડ-યૂઝર સર્ટિફિકેટ અને ખોટી ઇન્વોઇસ દ્વારા, એર કાર્ગો મારફતે 1-Boc-4-Piperidone (N-Boc-4-Piperidone) અને 4-Piperidone જેવા ડ્રગ કન્ટ્રોલ્ડ કેમિકલ્સને વિદેશ મોકલી રહ્યા હતા. આ કેમિકલ્સ United Nationsની International Narcotics Control Board (INCB) દ્વારા Red Listમાં મુકાયેલા છે અને ભારત સરકારના Central Bureau of Narcotics (CBN) દ્વારા International Special Surveillance List (ISSL) હેઠળ નિયંત્રિત છે.

Tags: arrestdrugs chemical exportsurat
Previous Post

રામ મંદિરમાં રામ દરબારનું સિંહાસન તૈયાર : 30 એપ્રિલે 14 મંદિરોમાં સ્થાપના

Next Post

ટેકઓફ પછી તરત જ વિમાન થયું ક્રેશ : સંગીતકાર સહિત 12 લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ટેકઓફ પછી તરત જ વિમાન થયું ક્રેશ : સંગીતકાર સહિત 12 લોકોના મોત

ટેકઓફ પછી તરત જ વિમાન થયું ક્રેશ : સંગીતકાર સહિત 12 લોકોના મોત

મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહે ભેગો કર્યો હતો 100 કરોડનો દલ્લો

મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહે ભેગો કર્યો હતો 100 કરોડનો દલ્લો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.