અમદાવાદ શહેરના પાલડી વિસ્તારની મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલા આવિશ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નં.104માંથી કુલ 100 કરોડથી વધુનો મુદ્દામાલ અને 1.37 કરોડ રૂપિયા રોકડા ઝડપાયા છે. ખોખા કંપનીઓના શેરના ભાવમાં વધઘટ કરનાર ઓપરેટર મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહે ભાડે રાખેલા ફ્લેટમાંથી ડિરેકટરોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)ના એક સંયુક્ત દરોડામાં 87.92 કિલોના સોનાના બિસ્કિટ19.66 કિલો ઘરેણા મળીને કુલ 107.58 કિલો સોનું ઝડપાયું છે. આ સાથે 11 લક્ઝરી ઘડીયાળ પણ કબ્જે કરાઈ છે.
તપાસ દરમ્યાન સદર કબ્જે કરવામાં આવેલ 87 કિલો Gold Bars પૈકી પર કિલો Gold Bars ઉપર ફોરેન માર્ક મળી આવ્યા છે જે સીધી રીતે વિદેશથી દાણચોરી કરીને લવાયું હોવાની સાબિતી આપે છે. વધુમાં, આ દરોડા દરમ્યાન હાજર ઉપરોક્ત મેઘ શાહના બહેનના જણાવ્યા મુજબ મેઘ શાહ શેર ટ્રેડિંગ બિઝનેસ સાથે સંકળાયેલ છે અને હાલ મુંબઈ રહે છે.