Sunday, June 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાને સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા ભૂગર્ભ “મિસાઈલ સિટી”નો નવો વીડિયો જાહેર કર્યો

સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે ઈરાન જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે

dharmendravaghela by dharmendravaghela
2025-03-26 11:28:50
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાને તેની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા ભૂગર્ભ “મિસાઈલ સિટી”નો નવો વીડિયો જાહેર કર્યો છે. આમાં ભારે શસ્ત્રો લાંબી ટનલમાંથી પસાર થતા જોઈ શકાય છે. મંગળવારે જારી કરાયેલા આ વીડિયોમાં ઈરાની સશસ્ત્ર દળના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાઘેરી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ એક ટનલની અંદર મિસાઈલ બેઝની મુલાકાત લેતા જોવા મળે છે.’ આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને પરમાણુ કરાર પર ફરીથી વાટાઘાટો કરવા માટે બે મહિનાનું અલ્ટીમેટમ આપ્યું છે.
ઈરાની મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું છે કે આ ભૂગર્ભ બેઝ વિવિધ પ્રકારની બેલેસ્ટિક મિસાઈલોથી ભરેલો છે. આ વીડિયો સરકારી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને તેમાં ખતરનાક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે એ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઈરાન કોઈપણ હુમલાનો સામનો કરવા અને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. અધિકારીઓ ખાસ વાહનમાં આ જટિલ ટનલ સિસ્ટમની અંદર મુસાફરી કરતા જોવા મળે છે.
આ અંગે કમાન્ડર હાજીઝાદેએ કહ્યું કે, “જો આપણે આજથી શરૂઆત કરીએ તો દર અઠવાડિયે એક નવી મિસાઈલ સિટીનું અનાવરણ કરી શકીશું. આ પ્રોજેક્ટ આગામી બે વર્ષ સુધી ચાલુ રહેશે.” આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈરાન તેની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાની દિશામાં સતત આગળ વધી રહ્યું છે.

Tags: Iranmissille city
Previous Post

કૃણાલ કામરાને મારી અને તેના ટુકડા કરી નાખવાની ધમકી મળી

Next Post

વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ દીઠ ચૂકવવો પડશે 1 લાખનો દંડ.

dharmendravaghela

dharmendravaghela

Related News

વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે
આંતરરાષ્ટ્રીય

વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે

June 27, 2026
રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી
તાજા સમાચાર

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી

June 27, 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

June 27, 2026
Next Post
વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ દીઠ ચૂકવવો પડશે 1 લાખનો દંડ.

વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ દીઠ ચૂકવવો પડશે 1 લાખનો દંડ.

કોઈ આરોપો વિના આરોપીને 5 વર્ષ જેલમાં રાખવો એ કેસ વિના સજા આપવા જેવું : સુપ્રિમ

વિધવાની અપીલ બાદ 1 કરોડ વળતર ચૂકવવા સુપ્રીમે આપ્યો આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.