ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં પાંચથી વધુ મજૂરોના મોતની આશંકા છે.બોઈલર ફાટવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા. 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર હાજર થઈ ગઈ.
આગની ભયાનકતાના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા સુરક્ષિત છે તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે.