મધ્ય પ્રદેશમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યૂલેશનને પગલે રાજ્યમાં ગરમી એકાએક વધી છે તે વચ્ચે ભુજમાં એપ્રિલના આરંભે જ આભમાંથી અગન વર્ષા થઇ હતી અને પારો 44.5 ડિગ્રીએ પહોંચતાં દેશભરમાં સર્વાધિક રહેવાની સાથે એપ્રિલ માસમાં દાયકા પહેલા નોંધાયેલી ગરમીનો વિક્રમ તૂટ્યો હતો.
છેલ્લે વર્ષ 2014માં 29 એપ્રિસે પારો 44.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. બીજી બાજુ ગાંધીધામમાં 42 તો નલિયા ખાતે 40.4 ડિગ્રી સાથે કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. આગામી પાંચ દિવસ સુધી તાપમાં રાહત નહીં મળે તેવો વરતારો વ્યક્ત કરાયો છે.
છેલ્લાં 14 વર્ષમાં રેકોર્ડબ્રેક 536 દિવસ હીટવેવ રહ્યા હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લાં 14 વર્ષમાં દેશભરમાં હીટવેવના દિવસોની સંખ્યા 536 નોંધાઈ છે. 2024નું વર્ષ ભારત અને વિશ્વમાં અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ નોંધાયું હતું.





