Friday, January 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404 કરોડનું દાન

કોંગ્રેસને 6 કોર્પોરેટ જૂથ પાસેથી 2.027 કરોડ રૂપિયાનું દાન મળેલું છે

dharmendravaghela by dharmendravaghela
2025-04-08 12:11:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404.512 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાંથી 99 ટકા જેટલું તો માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ને પ્રાપ્ત થયું છે. ભાજપને એક વર્ષમાં દાન પેટે 401.982 કરોડ રૂપિયા, જ્યારે કોંગ્રેસને 2.455 કરોડ રૂપિયાનું દાન મળેલું છે. પાન કાર્ડ વગર બેંકમાં પોતાના ખાતામાંજ નાણા જમા થઈ શકતા નથી કે લોન મેળવી શકાતી નથી, પરંતુ રાજકીય પક્ષોને દાન મળી શકે છે. 2023-24માં ગુજરાતમાંથી પાનકાર્ડ વગર ભાજપને 1.33 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. જેમાંથી બહુ ઓછી જાણીતી નારાયણ રિયલ્ટી એન્ડ સાઈરૂચી નામની કંપનીએ એકલા 50 લાખ ડોનેશન કર્યું છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ભાજપને કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસ પાસેથી કુલ 1373 ડોનેશન પ્રાપ્ત થયેલા છે. તેમને કુલ 365.114 કરોડનું દાન મળેલું આમ, ભાજપને એક વર્ષમાં જે કુલ દાન મળ્યું છે તેમાંથી 90 ટકાથી વધુમાં કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસનું યોગદાન છે. જેની સરખામણીએ કોંગ્રેસને 6 કોર્પોરેટ જૂથ પાસેથી 2.027 કરોડ રૂપિયાનું દાન મળેલું છે.
બીજી તરફ આપને 3 કોર્પોરેટ જૂથ પાસેથી દાન પ્રાપ્ત થયું છે. ભાજપને 736 વ્યક્તિગત પાસેથી 36.798 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાની વિગત સામે આવી છે. કોંગ્રેસને વ્યક્તિગત તરફથી 30 જેટલા દાન મળેલા છે. રાજકીય પક્ષોને દાન આપવામાં બિલ્ડરો-કોન્ટ્રાક્ટરો મોખરાનું સ્થાન ધરાવે છે. ઉલ્લેખીય છે કે, દરેક રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષ દરમિયાન મળેલા દાનની વિગત ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર સુધી ફરજિયાત આપવાની હોય છે. વર્ષ 2016-17માં ભાજપને 174 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આમ, 9 વર્ષમાં ભાજપને મળેલા દાનમાં બમણાથી પણ વધુનો વધારો થયો છે.

Tags: bjp congress donationgujarat
Previous Post

અમદાવાદ : 9 એપ્રિલે GMDC ગ્રાઉન્ડમાં એકસાથે 25 હજાર જૈનો નવકાર મંત્રનું પઠન કરશે

Next Post

CM ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના પ્રવાસે, શહેરાવ ઘાટ સુધી પગપાળા કરશે પરિક્રમા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ
તાજા સમાચાર

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ

January 15, 2026
ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત
તાજા સમાચાર

ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત

January 15, 2026
ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ

January 15, 2026
Next Post
CM ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના પ્રવાસે, શહેરાવ ઘાટ સુધી પગપાળા કરશે પરિક્રમા

CM ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના પ્રવાસે, શહેરાવ ઘાટ સુધી પગપાળા કરશે પરિક્રમા

બ્રહ્મા કુમારીના મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું નિધન

બ્રહ્મા કુમારીના મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.