ગુરુવારે  અમેરિકાના મેનહટનમાં હડસન નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ છ લોકોના મોત થયા હતા. સ્થાનિક મીડિયાએ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે આ અકસ્માત લોઅર મેનહટન અને જર્સી સિટી વચ્ચે થયો હતો. ન્યૂ યોર્ક પોલીસ વિભાગ (NYPD) એ X પ્લેટફોર્મ પર હેલિકોપ્ટર દુર્ઘટનાની પોસ્ટ કરી હતી.
ન્યૂયોર્કમાં ટૂર માટે ઓપરેટ કરવામાં આવતા આ હેલિકોપ્ટર્સે 2:59 વાગ્યે બપોરે ઉડાન ભરી હતી અને પછી અચાનક બેકાબૂ થઈ ગયું હતું. બપોરે લગભગ 15 મિનિટ બાદના સમયગાળામાં જ નજીકમાં આવેલી નદીમાં આ હેલિકોપ્ટર તૂટી પડ્યાની માહિતી મળી હતી અને તેમાં સવાર લોકો નદીમાં જ ડૂબી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેલિકોપ્ટરમાં પાઇલટ અને સ્પેનિશ પરિવારના પાંચ સભ્યો સવાર હતા. ફ્લાઇટરેડાર ગ્રાફ દર્શાવે છે કે વિમાન ક્રેશ થયા પહેલા લગભગ 15 મિનિટ સુધી હવામાં હતું, તે દરમિયાન અચાનક પાયલટે હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવ્યું અને હડસન નદીમાં ખાબક્યું હતું.
પોલીસ કમિશનર તિશે જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આજે બપોરે હેલિકોપ્ટર ઉડાન ભરીને દક્ષિણ તરફ ગયું અને પછી હડસન નદી ઉપર ઉત્તર તરફ ગયું અને પછી ન્યુ જર્સીના કિનારા પર દક્ષિણ તરફ પાછું ફર્યું, જ્યાં તે ક્રેશ થયું. કમિશનર ટિશે જણાવ્યું હતું કે મોટાભાગના મુસાફરોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેઓ મૃત્યુ પામ્યા હતા. મેનહટનની પેલે પાર હડસન નદીના પશ્ચિમ કિનારે આવેલા જર્સી સિટીમાં ઇમરજન્સી મેનેજમેન્ટ ઓફિસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.
			

                                
                                



