છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પુત્રએ પિતાની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. પુત્રએ હત્યા કરી સાગરિત સાથે નાસી છુટ્યા હતા. પોલીસે પુત્રની ધરપકડ કરી છે જેમાં સામે આવ્યું કે આરોપીના પિતા તેની માતાને માર મારતા પગલું ભર્યુ હતું. પાવી જેતપુર તાલુકામાં આવેલ બોરઘા ગામમાં પુત્રએ તેના પિતાની એટલા માટે હત્યા કરી નાંખી, કેમકે તેના પિતા માતાને અસહ્ય માર મારતા હતા. ઘરમાં રોજ મારપીટ થતી હોવાથી પુત્રએ હોશ ગુમાવતા પિતાને માથામાં, પગમાં લાકડીના ફટકા વડે ફટકા મારતા લોહી લુહાણ થઈ ગયા હતા તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેના પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બોરધા ગામે નગીન બાબુભાઈ રાઠવાના ઘરે રાત્રીના સમયે તેના પુત્ર બનસિંગ નગીનભાઈ રાઠવા અને બકાભાઈ રાઠવા મોટરસાઈકલ બાબતે બોલાચાલી થઈ હતી. બાકાભાઈએ મૃતક નગીનભાઈને જમીન પર ધક્કો મારીને તેમનું ગળું દબાવી દીધું. પુત્ર બનસિંગ તેના પિતા નગીનભાઈ પર લાકડા વડે હુમલો કર્યો, “તમે મારી માતાને કેમ મારી રહ્યા છો?” એમ કહીને, તેમના માથા અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. નગીનભાઈનું મોત થતાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક કારોલી પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.