ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 મુજબ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં ભારતનું 193 દેશોમાંથી 134નું સ્થાન છે. જ્યારે પ્રેસ ફ્રીડમમાં 180 દેશોમાંથી 169મું સ્થાન છે. દેશમાં 176 જેલમાં 200 ટકા કરતાં વધુ કેદીઓ ભરેલા છે. દેશના કુલ કેસોના 4 ટકા સુઓ મોટો લેવામાં આવે છે. દેશના 83% પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછો એક CCTV કેમેરા લાગેલ છે. જ્યારે 78 ટકા પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક છે. જિલ્લા અદાલતોમાં 38 ટકા મહિલા જજ છે. 86% જેલોમાં ઓછામાં ઓછો એક વીડિયો કોન્ફરન્સિંગ રૂમ છે.
પોલીસ, જેલ, જ્યુડિશિયરી અને લીગલ એઇડ સર્વિસમાં ઓવર ઓલ ગુજરાતનું 11 મો ક્રમ છે. તેને 10 માંથી 5.07 સ્કોર મેળવેલ છે. જે મધ્યમ પ્રકારનું પરફોર્મન્સ છે. સૌથી ઉપરના ક્રમે કર્ણાટક છે, જેનો સ્કોર 6.78 અને સૌથી નીચેના ક્રમે પશ્ચિમ બંગાળ છે જેનો સ્કોટ 3.63 છે. ગુજરાતમાં નીચલી અદાલતોમાં રિઝર્વ જાતિઓના જજીસની વાત કરવામાં આવે તો એકચ્યુઅલ ટુ રિઝર્વ રેશિયો અનુસૂચિત જાતિમાં 97, અનુસૂચિત જનજાતિમાં 2 અને OBC માં 47 છે. જે દેશમાં ત્રીજા ક્રમે છે.
ગુજરાતમાં પોલીસ કર્મચારીઓમાં મહિલા પોલીસ 16.7% છે. જેમાં અધિકારીઓ 10% જેલમાં ફરજ બજાવતી 7.3 ટકા મહિલા કર્મચારીઓ છે. હાઇકોર્ટમાં 25% મહિલા જજ છે જ્યારે નીચલી અદાલતોમાં 20.8% મહિલા જજ છે. ગુજરાત પોલીસમાં મહિલાઓની ભાગીદારી 13.1% જેટલી છે. હ્યુમન રિસોર્સમાં ગુજરાત 11 માં ક્રમે છે. લો કમિશન મુજબ 10 લાખની વસ્તીએ 50 જજીસ હોવા જોઈએ. જે ગુજરાતમાં 18.5 છે, જ્યારે તેની રાષ્ટ્રીય એવરેજ 15.9 છે.
નીચલી અદાલતોમાં ત્રણ વર્ષ કરતાં વધુ પેન્ડિંગ કેસોની ટકાવારી 33.7 ટકા જેટલી છે. જેમાં પાંચ વર્ષ સુધીના કેસો 55.2%, 10થી 20 વર્ષ સુધીના કેસો 29.6 ટકા અને 20 વર્ષ કરતાં વધુ સમયના કેસો 15.2% જેટલા થવા જાય છે. પોલીસ રેન્કિંગમાં 32 ઇન્ડિકેટરના આધારે ગુજરાત નવમા ક્રમે છે. જેને 10 માંથી 5.13 નો સ્કોર મેળવેલ છે. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 2.83 લાખની વસ્તીએ એક પોલીસ સ્ટેશન છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 77,344 ની વસ્તીએ એક પોલીસ સ્ટેશન છે.જાન્યુઆરી 2023ની દ્રષ્ટિએ મુજબ ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 60.2 કિલોમીટરે એક પોલીસ સ્ટેશન છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 398 સ્ક્વેર કિલોમીટરે એક પોલીસ સ્ટેશન છે. જેલ રેન્કિંગમાં ગુજરાત નવમા ક્રમે છે. જેને 10 માંથી 5.26 નો સ્કોર મેળવેલ છે. જ્યુડિશિયરી રેન્કિંગમાં ગુજરાત 14 માં ક્રમે છે. 25 ઇન્ડિકેટર ને આધારે 10 માંથી ગુજરાતે 4.65 નો સ્કોર મેળવેલ છે. હ્યુમન રાઈટ કમિશનમાં ગુજરાત 20માં ક્રમે છે. 10 માંથી તેને 2.74 સ્કોર મેળવેલ છે.
આમ ઓવર ઓલ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 મુજબ ગુજરાત દેશમાં 11માં ક્રમે છે, જે પહેલા ચોથા ક્રમે હતું. પોલીસ સુવિધાઓમાં પહેલા આઠમા ક્રમે હતું જે નવમાં ક્રમે ધકેલાયુ છે. જેલ સુવિધાઓમાં છઠ્ઠા ક્રમે હતું જે નવમાં ક્રમે ધકેલાયું છે. જ્યુડિશિયરીમાં નવમા ક્રમે હતું જે 14માં ક્રમે ધકેલાયુ છે. લીગલ એડ માં ત્રીજા ક્રમે હતું જે 13મા ક્રમે ધકેલાયું છે.