જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા છે.
આ તરફ ગુજરાત સરકાર કારશ્મીરમાં ફસાયેલ પ્રવાસીઓને લઈ કવાયતમાં છે. આ અંતર્ગત કાશ્મીરમાં
ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા સરકારે અટવાયેલા પ્રવાસીઓની સરકારે યાદી મંગાવી. સરકાર
દ્વારા તમામ જિલ્લામાંથી ફસાયેલા પ્રવાસી અંગે સરકારે માહિતી મંગાવાઇ કહે. મહત્વનું છે કે, આતંકી
હુમલા બાદ અનેક પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા છે. આ તરફ કાશ્મીરથી 3 મૃતકોને પણ હવાઈમાર્ગ દ્વારા
ગુજરાત લાવવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે,જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા
આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે
ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત દિશાનિર્દેશનમાં
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવી હતી. ભાવનગરના બે
મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા છે