માત્ર સરકાર કે સેનાઓ જ નહીં, દેશનો એકમેક નાગરિક આ ‘ના-પાક’ હરકતનો કટ્ટર જવાબ આપવા
ઈચ્છે છે.સંરક્ષણ મંત્રી રાજપાથસિંહે પણે સેનાઓના વડાઓ તથા નેશનલ સિક્યુરીટી એડવાઈઝર
(NSA) અજિત દોવલ સાથે સઘન મંત્રણાઓ શરૂ કરી હતી. આ મંત્રણામાં NSA અજિત દોવલ,
એરફોર્સ (AIR FORCE)ના વડા એર ચીફ માર્શલ એ. પી. સિંઘ, ભૂમીદળ (ARMY)ના વડા
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નૌકાદળ (NAVY) ચીફ, દિનેશ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા.
જમ્મુ અને કાશ્મીરના પહેલ ગામમાં ૨૬ નિર્દોષ સહેલાણીઓની કશા પણ કારણ વિના આતંકીઓએ
કરેલી નૃશંસ હત્યાએ દુનિયાભરમાં હડકંપ મચાવી દીધો છે. આ હિચકારા કૃત્ય પછી જમ્મુ-કાશ્મીરમાં
ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ અંગે ત્રણેય સેનાઓના વડાઓએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તમામ બાબતે
માહિતગાર કર્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે ટોચના અધિકારીઓ પણ તાત્કાલિક જમ્મુ-કાશ્મીરમાં હાજર
થયા છે. સ્થાનિક સલામતી દળોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને બીજી તરફ વધારાની
ટુકડીઓ પણ રવાના કરી દેવામાં આવી છે.