Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નર્સિંગના વિદ્યાર્થીને કોસ્ટ ગાર્ડમાં નોકરીની લાલચ આપી .8 લાખ પડાવી લીધા

પોલીસ વેરિફિકેશન અને સિવિલનું સર્ટિફિકેટ પણ લેવડાવ્યું

dharmendravaghela by dharmendravaghela
2025-05-08 11:45:14
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

એલજી હોસ્પિટમલાં નર્સિંગમાં અભ્યાસ કરતા યુવકને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરી અપાવવાના બહાને ગઠિયાએ રૂ.8 લાખ પડાવી લીધા હતા, જેની સામે તેને નકલી એપોઈન્ટમેન્ટ લેટર, ટ્રેનિંગના લેટર પણ મોકલ્યા હતા. આટલું જ નહીં પોલીસ વેરિફિકેશન અને સિવિલમાં મેડિકલ પણ કરાવ્યું હતું. જોકે 1 મહિનામાં નોકરી અપાવવાની વાત કરીને સવા વર્ષ સુધી નોકરી ન આપતા આખરે ગઠિયા વિરુદ્ધ પોલીસે ફરિયાદ કરાઈ હતી.
નરોડા રોડ પર અનિલ સ્ટાર્ચ મિલ સામે આવેલા કાલિકા પાર્કમાં રહેતા શૈલેષભાઈ પટણી (ઉં.46) ડ્રાઇવિંગની નોકરી કરે છે. જ્યારે તેમનો દીકરો ચિરાગ હાલ એલજીમાં નર્સિંગનો અભ્યાસ કરે છે. બે વર્ષ પહેલા શૈલેષભાઈનાં બહેન રેણુકાબહેનના જમાઈ અરુણભાઈ પટણીએ શૈલેશભાઈને કહ્યું હતું કે, તેમના એક મિત્ર છે નરેશભાઈ પરમાર, જે વિસનગરમાં રહે છે અને સરકારી નોકરી અપાવે છે. જોકે ચિરાગને સરકારની નોકરી લેવાની હોવાથી શૈલેશભાઈએ નરેશભાઈ સાથે મીટિંગ કરી હતી, ત્યારે નરેશભાઈએ ચિરાગને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં એમટીએસ પોસ્ટ પર નોકરી અપાવવાનું કહી તે માટે રૂ.8 લાખ ખર્ચ થશે તેવી વાત કરી હતી, જેમાં શૈલેશભાઈ અને ચિરાગ સહમત થતા નરેશભાઈને રૂ.2 લાખ ટોકન આપીને ફેબ્રુઆરી 2024માં ચિરાગની નોકરીનું કામ આપ્યંુ હતું.
નરેશભાઈએ એક જ મહિનામાં નોકરીનો એપોઈન્ટમેન્ટ લેટર આવી જશે તેવી વાત કરી હતી. ત્યાર બાદ ધીરે ધીરે કામ થઈ રહ્યું હોવાનું કહીને નરેશભાઈએ પૂરેપૂરા પૈસા લઈ લીધા હતા અને કોસ્ટ ગાર્ડના ઈમેલ પરથી નોકરી માટેના ઓર્ડરનો પોસ્ટના કવરવાળો ફોટો મોકલ્યો હતો, પરંતુ તે ઓર્ડરની કોપી મોકલી ન હતી. જ્યારે નરેશભાઈએ કહ્યું હતું કે, કોસ્ટ ગાર્ડ તરફથી તમને મેલ કરીને નોકરીનો કોલ લેટર મોકલવામાં આવશે. ત્યાર બાદ એમટીએસ વિભાગમાં ટ્રેનિંગનો મેલ કર્યો હતો. ત્યાર બાદ નરેશભાઈએ શૈલેશભાઈને વોટ્સએપથી વાત કરીને કહ્યું હતું કે, ચિરાગનું પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ અને સિવિલનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે, જેથી તેમણે તે બંને કરાવી લીધાં હતાં. ત્યાર બાદ 30 એપ્રિલ 2024થી 15 મે 2024 સુધીનો ટ્રેનિંગ માટેનો લેટર પણ મોકલી આપ્યો હતો. ત્યાર બાદ કોઈ કારણસર ટ્રેનિંગ કેન્સલ થઈ હોવાનું કહીને ટ્રેનિંગ માટેનો નવો કોલ લેટર તમને મોકલવામાં આવશે તેવું કહીને ગલ્લાતલ્લા કરતો હતો.
જોકે સવા વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં ચિરાગને નોકરીનો કોલ લેટર ન મળતા નરેશભાઈ પરમારે છેતરપિંડી કરી હોવાની જાણ થતા શૈલેશભાઈએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags: cheatingFirgujaratjob
Previous Post

આકાશી આફતથી 3 દિવસમાં કુલ 21નાં મોત

Next Post

ગુજરાત એલર્ટ મોડ પર: તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ગુજરાત એલર્ટ મોડ પર: તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ

ગુજરાત એલર્ટ મોડ પર: તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ

લાહોરમાં ત્રણ બ્લાસ્ટ, અફરા તફરીનો માહોલ : ભારતે ડ્રોન હુમલો કર્યો – પાકિસ્તાની મીડિયાનો દાવો

લાહોરમાં ત્રણ બ્લાસ્ટ, અફરા તફરીનો માહોલ : ભારતે ડ્રોન હુમલો કર્યો - પાકિસ્તાની મીડિયાનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.