પાકિસ્તાનનું જાણીતું શહેર લાહોર પણ આતંકની ચપેટમાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે. ભારતીય એર સ્ટ્રાઈકના બીજા જ દિવસે લાહોરમાં એકીસાથે ઘણા બધા બોંબ વિસ્ફોટ થતાં વિશ્વ ચોંક્યું હતું. ધડાધડ બોંબ ફાટતાં આકાશ કાળા વાદળોથી છવાયું હતું અને ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પાકિસ્તાની મીડિયાએ ગુરુવારે દાવો કર્યો હતો કે ભારતે આજે ફરી એકવાર પાકિસ્તાનમાં ડ્રોન હુમલો કર્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાંવાલાના ડિંગા વિસ્તારના ખેતરોમાં ડ્રોન ક્રેશ થયું. તેનો કાટમાળ એકઠો કરવામાં આવી રહ્યો છે. વિસ્ફોટ સંબંધિત આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
ભારત સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનના લાહોરમાં ત્રણ બ્લાસ્ટ થયા છે. લાહોરના વોલ્ટન, ગોપાલનગર અને નસરાબાદ વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. બનાવની જાણ થતા જ રેસક્યૂ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ બ્લાસ્ટ કોણે કર્યા તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી. વિસ્ફોટ એક બિલ્ડિંગ સામે થયો હતો. તે બાદ બિલ્ડિંગની ઉપરથી ધુમાડો જોવા મળ્યો હતો. લાહોરના ગુલબર્ગ વિસ્તાર અને નસીહાબાદના ગોપાલનગરમાં પણ વિસ્ફોટ થયો હતો. આ ઘટના બાદ અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. આ વિસ્ફોટ સવારે 8.15 વાગ્યાની નજીક થયો હતો.
જિયો ટીવીએ આ દાવો કર્યો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લાહોરના વોલ્ટન રોડ નજીક અનેક વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. આનાથી ડરી ગયેલા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા બે થી ત્રણ વિસ્ફોટો સંભળાયા હતા. સુરક્ષા કર્મચારીઓએ વિસ્તારને ઘેરી લીધો છે. ઘટના સ્થળ તરફ નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તપાસ ચાલુ છે. ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાય છે.
CNN સાથે વાત કરતા એક પાકિસ્તાની અધિકારીએ દાવો કર્યો હતો કે 7 મેની રાત્રે ભારત-પાકિસ્તાન લડાકુ વિમાનો વચ્ચે થયેલી લડાઈ તાજેતરના ઇતિહાસમાં સૌથી મોટી હતી. આ દરમિયાન બંને દેશોના 125 ફાઇટર વિમાનો વચ્ચે એક કલાક સુધી યુદ્ધ થયું. આ યુદ્ધ દરમિયાન બંને દેશોના કોઈપણ ફાઇટર જેટ તેમની સરહદની બહાર ગયા ન હતા