Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર હાડકાં સુધી ફેલાઈ ગયું

ટ્રમ્પે કહ્યું- સાંભળીને દુઃખ થયું; બે વર્ષ પહેલાં સ્કિન કેન્સરની સારવાર કરાવી હતી

dharmendravaghela by dharmendravaghela
2025-05-19 12:02:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું સામે આવ્યું છે. તે હવે હાડકાં સુધી ફેલાઈ ગયું છે. રવિવારે બાઇડનના કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી. 82 વર્ષીય બાઇડનને ગયા અઠવાડિયે યૂરિનલમાં તકલીફની ફરિયાદ બાદ ડૉક્ટર પાસે ગયા હતા. તપાસ બાદ, તેમને ગયા શુક્રવારે આ ખતરનાક રોગ વિશે ખબર પડી.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડનની બીમારી વિશે કહ્યું – મેલાનિયા અને મને તેમની બીમારી વિશે જાણીને દુઃખ થયું છે. અમે જીલ બાઇડન અને તેના પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ, અને જો બાઇડન ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.આ પહેલા 2023માં જો બાઇડનને સ્કિનનું કેન્સર થયું હતું. વ્હાઇટ હાઉસના ડોકટરોએ જણાવ્યું હતું કે તેમને છાતી પર બેઝલ સેલ કાર્સિનોમા, એક સામાન્ય પ્રકારનું સ્કિન કેન્સર હોવાનું નિદાન થયું છે. ફેબ્રુઆરીમાં સર્જરી દરમિયાન આ ઘા દૂર કરવામાં આવ્યો હતો.
અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં સૌથી સામાન્ય કેન્સર છે અને કેન્સરથી થતા મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. પ્રોસ્ટેટ ગ્રંથીઓ પુરુષ પ્રજનન તંત્રનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેમાં બનતું પ્રવાહી શુક્રાણુઓનું રક્ષણ કરે છે, તેને પોષણ આપે છે અને સ્ત્રી પ્રજનન અંગો સુધી પહોંચવામાં મદદ કરે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષોમાં પેઢુના ભાગમાં મૂત્રાશયની નીચે આવેલી હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિમાં થઈને પેશાબની નળી (યુરેથ્રા) પસાર થાય છે. પ્રોસ્ટેટનું કાર્ય વીર્યને પોષકતત્ત્વ આપવાનું હોય છે. પુરુષોની ઉંમર વધે એટલે મોટાભાગે પ્રોસ્ટેટની ગ્રંથિ મોટી થતી હોય છે, પરંતુ એ જરૂરી નથી કે તમામ પુરુષોને કેન્સર હોય. પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થાય ત્યારે અંદરથી પસાર થતી પેશાબની નળી પર દબાણ આવે છે અને યુરેથ્રામાં પેશાબનો ભરાવો થાય છે. સામાન્ય રીતે 100માંથી 3-4 લોકોને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા રહેલી છે.’

Tags: cancerex precident joe bidenUSA
Previous Post

આતંકવાદીઓને મદદ કરી રહેલા બે સહયોગીઓની ધરપકડ

Next Post

MP-ઝારખંડ સહિત 14 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ: બિહારમાં વીજળી પડવાથી 5 લોકોનાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
MP-ઝારખંડ સહિત 14 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ: બિહારમાં વીજળી પડવાથી 5 લોકોનાં મોત

MP-ઝારખંડ સહિત 14 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ: બિહારમાં વીજળી પડવાથી 5 લોકોનાં મોત

બલુચિસ્તાનના 80% ક્ષેત્ર પરથી પાકિસ્તાને નિયંત્રણ ગુમાવ્યું

બલુચિસ્તાનના 80% ક્ષેત્ર પરથી પાકિસ્તાને નિયંત્રણ ગુમાવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.