Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પેટાચૂંટણી: કડીમાં ભાજપ કાર્યકરો દવારા જીતની ઉજવણી શરુ

કડીમાં ભાજપના રાજેન્દ્રકુમાર 38 હજાર મતથી આગળ, વિસાવદરમાં 20 રાઉન્ડના અંતે ગોપાલ ઈટાલીયા 16,500 મતે આગળ, વિજય નિશ્ચિત

dharmendravaghela by dharmendravaghela
2025-06-23 12:46:17
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે, જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. મહેસાણામાં GTU-ITR, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ થઇ ગઈ હતી.
ગુજરાત વિધાનસભાની કડી તથા વિસાવદર બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારે ઉત્સાહભેર મતદાન થયું હતું બંને બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ થઇ રહ્યો છે આજે સોમવારે સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બંને બેઠકો માટે મત ગણતરીનો પ્રારંભ થયો હતો જેમાં પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાયા બાદ ઈવીએમની ગણતરી કરવામાં આવી હતી જેમાં વિસાવદર બેઠકમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા અને ભાજપના કિરીટ પટેલ વચ્ચે ભારે મુકાબલો થઇ રહ્યો છે અને પ્રથમ સાત રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર માત્ર એક હજાર મતની સરસાઈથી આગળ ચાલી રહ્યા હતા ત્યારબાદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની સરસાઈ શરુ થઇ હતી અને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની લીડ કાપીને 20 રાઉન્ડ સુધીમાં ગોપાલ ઇટાલિયાએ 15000 જેટલા મતોની સરસાઈ મેળવી લીધી હતી આપના ઉમેદવારની સરસાઈ વધતા આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ ફેલાયો હતો. અને વિજયની તૈયારીઓ પણ કરવા લાગ્યા હતા.
આ ઉપરાંત કડી વિધાનસભા બેઠક પર પ્રથમ રાઉન્ડથીજ ભાજપના રાજેન્દ્ર કુમાર ચાવડા તેમના પ્રતિ દ્વંદી કોંગ્રેસના ઉમેદવાર કરતા આગળ ચાલી રહ્યા હતા અને 20 રાઉન્ડ સુધીમાં 38 હજારથી વધુ મતની સરસાઈ મેળવી ચુક્યા છે. આથી કડી બેઠક પર ભાજપના કાર્યકરો વિજય નિશ્ચિત માની રહ્યા છે. અને જીતની ઉજવણીની શરૂઆત પણ કરી દીધી છે. આમ અત્યારના સંજોગો પ્રમાણે 1 બેઠક ભાજપ અને 1 આપને ફાળે જાય તેવી શક્યતા ચાલી રહી છે જયારે કોંગ્રેસને બંને બેઠકોમાં હારનો સામનો કરવો પડી શકે છે.

Tags: aapgopal italiyakadirajendra chavada bjpvisavadarWin
Previous Post

જમ્મુ-કાશ્મીર આતંકી હુમલો: NIAની તપાસમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું!

Next Post

Optimize Your Trading with Dexscreener: A DEX Scanner Overview

dharmendravaghela

dharmendravaghela

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post

Optimize Your Trading with Dexscreener: A DEX Scanner Overview

ભાવનગરના આંબાચોક વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી બે રિક્ષામાં તોડફોડ

ભાવનગરના આંબાચોક વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી બે રિક્ષામાં તોડફોડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.