Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સાત સૈનિકોના મોત બાદ ઈઝરાયલ ભડક્યું, ગાઝામાં આડેધડ હુમલામાં 79 લોકોના મોત

dharmendravaghela by dharmendravaghela
2025-06-26 11:57:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇરાન સાથે યુદ્ધવિરામ બાદ હવે ઇઝરાયલે ગાઝા પર હુમલા વધારી દીધા છે. ગાઝામાં ઈઝરાયલના

સાત સૈનિકના મોત બાદ ઈઝરાયલ વધુ ભડક્યું હતું અને પેલેસ્ટાઇનના ગાઝામાં નાગરિકો પર હુમલા

કરી દીધા હતા જેને કારણે 79 લોકોના મોત નિપજ્યા હતા. અગાઉ ઈઝરાયલના સાત સૈનિકોના મોત

નિપજ્યા હતા જે ઇઝરાયલી સૈન્ય પર તાજેતરનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. પેલેસ્ટાઇનના

એક હુમલાખોરે વિસ્ફટકોથી ભરેલા વાહન સાથે ઈઝરાયલી સૈન્ય પર હુમલો કર્યો હતો. જેથી ઈઝરાયલ

ફરી ઉશ્કેરાયું છે અને ગાઝા પર હુમલા શરૂ કરી દીધા છે.
7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાયા હતા જે બાદથી ઈઝરાયલ ગાઝા

પર હુમલા કરતુ આવ્યું છે. અમેરિકાએ અનેક વખત શસ્ત્રવિરામનો પ્રયાસ કર્યો જે નિષ્ફળ રહ્યો.

ઈઝરાયલના બ્રિ. જનરલ એફી ડેફરીને કહ્યું હતું કે ગાઝામાં ખાન યુનિસ શહેરમાં ઈઝરાયલી સૈન્ય પર

હુમલો કરાયો હતો જેમાં કેટલાકના મોત નિપજ્યા છે. હમાસ સાથે ઘર્ષણ દરમિયાન અત્યાર સુધીમાં

ઈઝરાયલના 860 સૈનિકો માર્યા ગયા છે જ્યારે ઈઝરાયલના હુમલાઓમાં પેલેસ્ટાઇનના 56000થી વધુ

નાગરિક માર્યા ગયા છે, ઈઝરાયલે ગાઝાને કાટમાળમાં ફેરવી નાખ્યું છે. ઇરાન સાથે યુદ્ધ શાંત થયા

બાદ હવે ઈઝરાયલે ગાઝા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને ફરી હુમલા શરૂ કરી દીધા છે. ઈઝરાયલે દાવો

કર્યો છે કે હિઝબુલ્લાહ માટે ફન્ડિંગનું કામ કરતો હયાતમ બાકરી અમારા હુમલામાં માર્યો ગયો છે. તે

ઇરાન સમર્થક હિઝબુલ્લાહ માટે લેબેનોનનમાં ફન્ડિંગ, નાણાકીય લેવડ દેવડનું સંચાલન કરતો હતો.
ગાઝામાં ઈઝરાયલ દ્વારા ફરી રાહત કેમ્પો પર હુમલા કરાયા હતા, અહીંયા ફૂડ વિતરણ પર કરાયેલા

હુમલામાં ૭૯ લોકો માર્યા ગયા હતા. જેમાંથી 33 લોકો જ્યારે ભોજન લઇ રહ્યા હતા ત્યારે માર્યા ગયા

હતા. ગાઝાનો મૃત્યુઆંક 56156એ પહોંચ્યો છે જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ

થાય છે. બીજી તરફ ઈઝરાયલ માન્ય સંસ્થાઓ દ્વારા ગાઝામાં ફૂડ વિતરણ કેન્દ્રો ચલાવાઇ રહ્યા છે તેને

અમેરિકાના ટ્રમ્પ પ્રશાસન દ્વારા 30 મિલિયન ડોલર એટલે કે આશરે અઢી અબજ રૂપિયાની સહાય

કરવામાં આવશે.

Tags: deathfiringGazaisrael
Previous Post

રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર મોટી દુર્ઘટના

Next Post

પાક માટે જાસૂસી કરતો નૌકા ભવનનો કર્મચારી ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
પાક માટે જાસૂસી કરતો નૌકા ભવનનો કર્મચારી ઝડપાયો

પાક માટે જાસૂસી કરતો નૌકા ભવનનો કર્મચારી ઝડપાયો

સફળ લોન્ચ બાદ શુભાંશુ સાથે આગળ વધી રહ્યા છે 3 અવકાયાત્રી,

સફળ લોન્ચ બાદ શુભાંશુ સાથે આગળ વધી રહ્યા છે 3 અવકાયાત્રી,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.