Sunday, June 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

કેનેડા તથા અમેરિકાના નાગરિકો સાથે સાયબર અપરાધો આચરીને પ્રિન્સે પુષ્કળ બેનામી સંપત્તિ જમા કરી

dharmendravaghela by dharmendravaghela
2025-06-28 11:50:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સીબીઆઈએ સાયબર ક્રાઈમ આચરતી રોયલ ટાઈગર ગેંગના સૂત્રધાર પ્રિન્સ જસવંતલાલ આનંદની મુંબઈથી ધરપકડ કરી છે. દરોડામાં રોયલ ટાઈગર ગેંગ અમેરિકા તથા કેનેડાના નાગરિકોને ત્યાંની એન્ફોર્સમેન્ટ એજન્સીઓના નામે ધમકાવી પૈસા પડાવતી હતી. 45000ની ક્રિપ્ટો એસેટ્સ, ટેલિ ઈન્ફ્રાસ્ટ્રકચર, કેનેડા અને યુ.એસ.ના નાગરિકોને ફસાવવા માટે તૈયાર સ્ક્રિપ્ટ, કેનેડા પોલીસ અને એજન્સીઓના નકલી આઈ.ડી. પણ જપ્ત કરાયાં હતાં.
સુત્રધાર પ્રિન્સ આનંદને મુંબઈમાંથી પકડી સીબીઆઈએ મુંબઈ ઉપરાંત અમદાવાદમાં તેના સાગરિત કૌશલ ભાવસારના અમુક ઠેકાણાઓ ઉપર દરોડા પાડયા હતા. મુંબઈની સીબીઆઈ કોર્ટે પ્રિન્સ આનંદના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.સીબીઆઈએ ઓપરેશન ચક્ર ફાઈવના ભાગરુપે ગુરૂવારે મુંબઈ અને અમદાવાદમાં વિવિધ સ્થળે પાડેલા દરોડામાં પ્રિન્સ જસવંતલાલ તથા તેની ગેંગના વિવિધ સ્થળોએથી એક સોફિસ્ટિકેટેડ ઢબે ચાલતાં સાયબર ક્રાઈમને લગતા અનેક દસ્તાવેજો તથા સાધનો અને ઉપકરણો મળ્યાં હતાં.
કેનેડા તથા યુએસના નાગરિકોને ફસાવવા માટેની તૈયાર સ્ક્રિપ્ટસ, કેનેડાની પોલીસ તથા અન્ય એજન્સીઓના આઈડી, ટેલિકોમ ઉપકરણો વગેરે જપ્ત કરાયાં હતાં. સીબીઆઈના જણાવ્યા અનુસાર પ્રિન્સ પાસેથી 45 હજાર ડોલરની વર્ચુઅલ ડિજિટલ એસેટ્સ પણ જપ્ત કરાઈ છે. પ્રિન્સ આનંદને ત્યાં દરોડામાં જાણવા મળ્યું હતું કે તે એકદમ વૈભવી જીવનશૈલી ધરાવતો હતો. તેની પાસે લકઝરી કાર્સ, ડિઝાઈનર એસેસરીઝ સહિતની મોંઘીદાટ ચીજો હતી. તે વારંવાર વિદેશ પ્રવાસ પણ કરતો હતો. તેણે સાયબર અપરાધો આચરીને પુષ્કળ બેનામી સંપત્તિ જમા કરી હોવાની પણ શંકા છે.

AI દ્વારા વોઈસ ક્લોનિંગ કરીને છેતરપિંડી કરતો
આ ગેંગ વિદેશી સરકારી એજન્સીઓ, બેન્કો અથવા તો યુટિલિટી કંપનીઓના પદાધિકારીઓ તરીકેનો સ્વાંગ રચી અમેરિકી કે વિદેશી નાગરિકોનો સંપર્ક કરતી હતી. તેઓ આ માટે AI દ્વારા વોઈસ ક્લોનિંગનો પણ ઉપયોગ કરતા હતા. આ ગેંગના સાગરિતો વિદેશી નાગરિકોને કાયદાકીય વ્યવહારો કે અન્ય બાબતોમાં ડરાવતા ધમકાવતા હતા અને તેમને વિવિધ ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી તેમની પાસેથી મોટી રકમ પડાવી લેતા હતા.

Tags: cbikolkattaroyal tiger gang leader prince arrest
Previous Post

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

Next Post

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
ખેડામાં આઇસર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થતા લાગી ભીષણ આગ
તાજા સમાચાર

ખેડામાં આઇસર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થતા લાગી ભીષણ આગ

June 28, 2025
Next Post
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

ભાવનગરમાં અષાઢી બીજ નિમિત્તે વિવિધ વિસ્તારમાં રામદેવ પીરના નેજા ઉત્સવની ઉજવણી

ભાવનગરમાં અષાઢી બીજ નિમિત્તે વિવિધ વિસ્તારમાં રામદેવ પીરના નેજા ઉત્સવની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.