આસ્થા અને ભક્તિના પ્રતિક અમરનાથ યાત્રાથી જમ્મુ કાશ્મીરની અર્થવ્યવસ્થાને લગભગ 400 કરોડનો
બુસ્ટર ડોઝ મળવા જઇ રહ્યો છે.પહેલગામમાં આતંકી હુમલા બાદ પાટા પરથી ઉતરી ગયેલ કાશ્મીરના
પ્રવાસનને આ યાત્રા વરદાનરુપ સાબિત થઇ રહી છે.
અમરનાથ યાત્રાના પ્રથમ ત્રણ દિવસમાં લગભગ 48 હજાર શ્રધ્ધાળુુઓ પવિત્ર ગુફાના દર્શન કરી
ચુક્યા છે.શ્રધ્ધાળુઓનો ઉત્સાહ જોઇને અંદાજ લગાવી શકાય છે કે 38 દિવસ ચાલનારી આ યાત્રામાં
લગભગ ચાર લાખ શ્રધ્ધાળુઓ દર્શન કરશે. આ યાત્રાથી સૌથી વધુ ઘોડા,પાલખી, ટેંટવાળા,નાના
દુકાનદાર અને ટેક્સીવાળાને સીધો રોજગાર મળી રહ્યો છે એટલે કે પૈસા સીધા આમ આદમીના ખીચામાં
જશે.
જમ્મુ કાશ્મીરમાં વિશેષ ઘાટીમાં હોટલ ટ્રાન્સપોર્ટ દુકાનદાર વેપારી અને પ્રવાસન સ્થળ પર કામ કરતા
નાના નાના દુકાનદારો અમરનાથ યાત્રાની આશા લગાવીને બેઠા હતાં.જમ્મુમાં બેઇઝ કેમ્પ કે બાલઘાટ
પહેલગાવમાં બેઇઝ કેમ્પની આજુબાજુ ગરમ કપડા, વરસાદી છત્રી, બેગ થેલા સહિત પ્રવાસનનો
સામાન વેચનાર નાની દુકાનવાળા વકરો થવાથી ખુશ છે. બાલઘાટ રુટમાં આઠ વર્ષથી પીઠ્ઠુનું કામ
કરતા અલ્તાફ અહમદે કહ્યું હતું કે અમને અમરનાથ યાત્રામાં સારો વકરો થવાની આશા હોય છે.અમે
ખેતી વાડી કરીએ છીએ અને આ યાત્રા દરમિયાન 70-80 હજાર કમાણી કરીએ જેથી ચાર પાંચ મહિના
નીકળી જાય.