સુરતના ભાઠા ગામમાં ગૂંગળામણના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે.
પ્રાથમિક તપાસ મુજબ, ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના
સર્જાઈ હોવાનું માનવામાં રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ
ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. રૂમમાં
જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાય ગયો હતો. એક પરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત
થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો મદદે
દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌ પ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર
કાઢ્યા હતા. હાલમાં મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી
દીધો છે. સ્થાનિકો રહીશો અને પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. કયા કારણોસર આ
ઘટના બની તે દિશામાં તપાસ શરૂ કરી છે.