ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલું ગૃહયુદ્ધ શાંત નથી થઇ રહ્યું, હાલના
ટાટમાડો મિલીટરી સાશન સામે ઘણા બળવાખોર જૂથોએ હથિયાર ઉપાડ્યા છે, આ ગૃહ યુદ્ધ દરમિયાન
80 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. એક તરફ દેશમાં આરાજકતાની સ્થિતિ છે, એવામાં
મ્યાનમારના બળવાખોર જૂથ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસોમ-ઇન્ડિપેન્ડન્ટ એ દાવો કર્યો હતો કે
ભારતીય સેનાએ તેના પૂર્વીય મુખ્યાલય પર ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેમાં તેના કેટલાક સભ્યોના
મોત નીપજ્યા છે, જો કે ભારતીય સેનાએ આ દાવા ફગાવી દીધા છે.
ગઈકાલે રવિવારે ULFA-I એ એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું કે કે ભારતીય સેનાએ
રવિવારે વહેલી સવારે મ્યાનમારમાં તેમના કેમ્પ પર હુમલો ડ્રોન વડે હુમલો કર્યો હતો, આ હુમલો 2 થી
4 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યો હતો, જેમાં લેફ્ટનન્ટ જનરલ નયન મેધી ઉર્ફે નયન આસોમનું મોત
નીપજ્યું.સંગઠને જાહેર કરેલા અન્ય એક નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું કે મિસાઇલ હુમલામાં
બ્રિગેડિયર ગણેશ આસોમ અને કર્નલ પ્રદીપ આસોમ પણ માર્યા ગયા હતા. હુમલામાં તેમના 19 સભ્યો
માર્યા ગયા છે અને અન્ય 19 ઘાયલ થયા છે.
માર્યા ગયેલા બળવાખોરોમાં મણિપુરી બળવાખોર જૂથ મણિપુરની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની
રાજકીય પાંખ રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF)ના સભ્યોનો પણ સમાવેશ થાય છે.આ કથિત
હુમલાના સંદર્ભમાં ULFA-Iએ ભારતીય સેના પર વળતો હુમલો કરવાની પણ ધમકી આપી. સંગઠને
કહ્યું કે ફાઇટર જેટની મદદથી આવા હુમલા સતત કરવામાં આવી રહ્યા છે. અમને બદલો લેવાનો
અધિકાર છે.