Friday, November 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નકલી વિઝા પર લક્ઝમબર્ગ જતાં 7 ગુજરાતીઓને દુબઈથી પાંચ મોકલ્યા

મુંબઈ આવતાની સાથેજ ધરપકડ, એજન્ટે લક્ઝમબર્ગ પહોંચ્યા પછી નોકરી મળી જશે તેવું વચન આપેલું

dharmendravaghela by dharmendravaghela
2025-07-15 12:23:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નકલી શેંગેન વિઝાની મદદથી દુબઈ થઈને લક્ઝમબર્ગ જઈ રહેલા ગુજરાતના સાત પ્રવાસીઓને દુબઈ

એરપોર્ટ પર ઈમીગ્રેશન દ્વારા અટકાયત બાદ ડિપોર્ટ કરી દેવાયા હતા. મુંબઈ આવી પહોંચેલા આ

પ્રવાસીઓની મુંબઈ એરપોર્ટથી જ ધરપકડ કરવામાં આવી હતી. ટૂરિસ્ટ તરીકે લક્ઝમબર્ગમાં પ્રવેશી

બાદમાં રોજગારી મેળવવાના ઈરાદાથી આ યાત્રીઓ નીકળ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ગુજરાતના કિશન નામના એજન્ટે આ સમગ્ર કારસો ઘડ્યો હતો. આ લોકોને

ટુરિસ્ટ વિઝા અને નકલી શેંગેન વિઝા બનાવી આપવામાં આવ્યા હતા. તેમ જ એજન્ટે તેમને યુરોપિયન

દેશોમાં મુસાફરી કરવા અને સ્થાયી થવા માટે વિગતો પૂરી પાડી હતી, તેવું આ લોકોએ પોલીસને

જણાવ્યું હતું. સહાર પોલીસ હવે આ લોકોને નકલી વિઝા બનાવી આપનાર એજન્ટ કિશનને શોધી રહી

છે.
શુક્રવારે રાત્રે ઈમીગ્રેશન અધિકારી વિષ્ણુ સાવંત મુંબઈ એરપોર્ટ પર પ્રવાસીઓના એરાઈવલ

(આગમન)નું નિરીક્ષણ કરી રહ્યા હતા.આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે દુબઈ ઈમિગ્રેશન દ્વારા

વિઝા ફલેગ કર્યા વિના સાત વ્યક્તિઓને દુબઈથી ડિપોર્ટ (દેશનિકાલ) કરવામાં આવ્યા છે. આ

પ્રવાસીઓને તરત જ અટકમાં લઈ ત્યારબાદ આ ઈન્ચાર્જ સૂરજ યાદવ અને મોનિલ કૌશિકને સોંપવામાં

આવ્યા હતા. આ લોકોની વધુ પૂછપરછ અને તપાસમાં ઈમિગ્રેશન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે

તેમના લકઝમબર્ગ માટેના શેંગેન એમ્પ્લોયમેન્ટવિઝા નકલી હતા. એજન્ટે તેમને એમ કહીને ભરમાવ્યા

હતા કે આ વિઝાના આધારે તેઓ લક્ઝમબર્ગમાં પ્રવેશી ગયા બાદ આ શેંગેન વિઝા માન્ય હોય તેવા 29

દેશોમાંથી કોઈપણ દેશમાં જઈ આવી શકશે અને ત્યાં નોકરકી રોજગાર શોધી શકશે.પોલીસે એરલાઈન્સ

લાયસન્સિંગ એજન્સીને ઈ-મેલ કર્યા પછી પુષ્ટિ થઈ હતી કે આ સાતેય વ્યક્તિઓને લકઝમબર્ગ

સત્તાવાળાઓ દ્વારા વિઝા આપવામાં આવ્યા નથી. પોલીસે આ તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ

ધરી છે.

સાતેય વ્યક્તિઓ ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદના
સહાર પોલીસે ધરપકડ કરાયેલા સાત વ્યક્તિઓમાં કૌશિકકુમાર પટેલ (ગાંધીનગર), અર્થકુમાર પટેલ

(મહેસાણા), મહર્ષિ પટેલ (મહેસાણા), પૃથ્વીરાજગીરી ગોસ્વામી (મહેસાણા), ભાર્ગવ જોશી (મહેસાણા),

કુણાલકુમાર પ્રજાપતિ (અમદાવાદ), મોહમ્મદ જૈદ હુસૈનખાન પઠાણ (મહેસાણા)નો સમાવેશ થાય છે.

Tags: 7 gujarati deportDubaifake visa
Previous Post

બિહારમાં મતદાર યાદીમાંથી 35.69 લાખ લોકોના નામ કાઢી નખાશે

Next Post

વડોદરા બાદ હવે જૂનાગઢમાં – માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બ્રિજ તૂટ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર
આંતરરાષ્ટ્રીય

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર

November 28, 2025
સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
તાજા સમાચાર

સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

November 28, 2025
અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે

November 28, 2025
Next Post
વડોદરા બાદ હવે જૂનાગઢમાં – માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બ્રિજ તૂટ્યો

વડોદરા બાદ હવે જૂનાગઢમાં - માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બ્રિજ તૂટ્યો

ભારત અને ચીન વચ્ચે મુક્ત વેપાર આખા વિશ્વ માટે ફાયદાકારક : જયશંકર

ભારત અને ચીન વચ્ચે મુક્ત વેપાર આખા વિશ્વ માટે ફાયદાકારક : જયશંકર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.