દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં દ્વારકા સ્થિત સેન્ટ થોમસ અને વસંત વેલી સ્કૂલને ઈમેલ દ્વારા બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે સ્કૂલ વહીવટીતંત્ર હરકત આવ્યું હતું. તેમજ પોલીસને જાણ કરતા પોલીસ સ્કૂલ પર પહોંચી હતી. તેમજ સ્કૂલ ખાલી કરાવીને તપાસ શરુ કરી છે. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.
આ બંને સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ધમકીને ગંભીરતાથી લેતા પોલીસે બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સાયબર એક્સપર્ટ ટીમ પણ બોલાવી લીધી છે. જયારે બંને સ્કૂલને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાલી કરાવવામાં આવી છે.
દિલ્હીમાં મંગળવારે ડીયુ સેન્ટ સ્ટીફન કોલેજ અને સેન્ટ થોમસ સ્કૂલને પણ બોંબથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં ઈમેલ દ્વારા સ્કૂલમાં આરડીએકસ અને આઈઈડી મુકવાની જાણકારી આપવામાં આવી હતી. જોકે, પોલીસે આ તમામ કેસમાં સમગ્ર પરિસર તપાસ કરી હતી. પરંતુ પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી. પોલીસ આ તમામ કેસમાં ઈમેલ આઈડીને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. સાયબબર એક્સપર્ટની મદદ પણ લેવામાં આવી રહી છે.