Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજકીય પક્ષો દ્વારા જાતિના નામે થતું રાજકારણ દેશ માટે ખતરનાક, સુપ્રીમ

પક્ષનો મૂળ હેતુ લઘુમતી સહિત તમામ પછાત વર્ગ માટે કામ કરવાનો જેને દેશનું બંધારણ પણ છૂટ આપે છે

dharmendravaghela by dharmendravaghela
2025-07-16 11:40:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં જાતિના નામે થતા રાજકારણને લઇને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી, સાથે જ કહ્યું હતું કે આ પ્રકારનું રાજકારણ દેશ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમનું રાજકીય પક્ષ તરીકેનું રજિસ્ટ્રેશન રદ કરવાની માગ સાથે એક અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, જોકે સુપ્રીમ કોર્ટે આ માગણી ફગાવી હતી સાથે જ જાતિના રાજકારણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કેટલાક એવા પક્ષો છે કે જે જાતિના નામે રાજકારણ કરે છે જે દેશ માટે ખતરનાક છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુર્યકાંત અને જોયમાલ્યા બગ્ચીની બેંચે અવલોકન કર્યું હતું કે એઆઇએમઆઇએમનું બંધારણ કહે છે કે આ પક્ષનો મૂળ હેતુ લઘુમતી સહિત તમામ પછાત વર્ગ માટે કામ કરવાનો છે. જેને દેશનું બંધારણ પણ છૂટ આપે છે. આ રાજકીય પક્ષ જે કામ કરવાની વાત કરે છે તે જ કામ કરવાની વાત આપણુ બંધારણ પણ કરે છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે અરજદાર વતી હાજર વકીલ વિષ્ણુ શંકર જૈનને કહ્યું હતું કે તેઓએ માત્ર એક પક્ષને લઇને જ આ અરજી કેમ કરી, અનેક એવા પક્ષો છે કે જે જાતિના નામે રાજકારણ કરે છે જે દેશ માટે ખતરનાક છે. તમે એક પારદર્શી પિટિશન દાખલ કરી શકો. જેમાં કોઇ ચોક્કસ પક્ષ નહીં પણ તમામને ધ્યાનમાં રાખીને એક સામાન્ય મુદ્દો ઉઠાવી શકાય. બાદમાં વકીલ જૈને કહ્યું હતું કે એઆઇએમઆઇએમ કહે છે કે તે ઇસ્લામિક શિક્ષણને પ્રોત્સાહન આપશે, અને શરિયત કાયદા અંગે મુસ્લિમોને જાગૃત કરશે. વકીલની આ દલીલ પર ન્યાયાધીશ કાંતે સવાલ કર્યો હતો કે ધાર્મિક શિક્ષણ આપવું તે ખોટું ક્યા છે? દેશમાં રાજકીય પક્ષો વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરશે તો અમે વધુ ખુશ થઇશું.

Tags: political partysupreme court
Previous Post

એસ્કોર્ટ સર્વિસના ઓથા હેઠળ મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ

Next Post

દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી

દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી

ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ ડિલ છેલ્લા તબક્કામાં!,

ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ ડિલ છેલ્લા તબક્કામાં!,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.