Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

સાત જેટલા ફિદાયીન હુમલાખોરો ત્રાટક્યા હતા: માર્યા ગયેલા લોકોમાં ૧૬ પોલીસકર્મીઓ સામેલ

dharmendravaghela by dharmendravaghela
2026-09-19 11:24:39
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનમાં ખૈબર પ્રાંતમાં કોહાટ જિલ્લામાં શુક્રવારની નમાઝ સમયે જ મસ્જિદમાં મોટો આત્મઘાતી વિસ્ફોટ થયો હતો, આશરે સાત જેટલા ફિદાયીન હુમલાખોરો ત્રાટક્યા હતા, વિસ્ફોટની સાથે અંધાધુંધ ગોળીબાર પણ કર્યો હતો. જેમાં ૨૭ લોકો માર્યા ગયા હતા. કોહાટમાં શિયા મુસ્લિમો બહુમતમાં છે, તેથી શક્યતાઓ છે કે શિયાઓને ટાર્ગેટ બનાવીને જ આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હોઇ શકે છે. માર્યા ગયેલા લોકોમાં ૧૬ પોલીસકર્મીઓ જ્યારે અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.
શિયાઓના વિસ્તાર કોહાટમાં શુક્રવારે મસ્જિદમાં નમાઝ માટે ભારે ભીડ હતી, આ દરમિયાન જ સાત આતંકવાદીઓ વિસ્ફોટકો ભરેલું વાહન લઇને આવ્યા હતા અને પુર ઝડપે મસ્જિદના ગેટ સાથે આ વાહન અથડાવ્યું હતું. જેને કારણે ગેટ પર જ ભયાનક વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં નમાઝીઓના ચીથડે ચીથડા ઉડી ગયા હતા. જ્યારે હુમલાખોર આતંકવાદી પણ વિસ્ફોટમાં માર્યો ગયો હતો. આ હુમલામાં ૭૮થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે. વિસ્ફોટ એટલો તિવ્ર હતો કે જેને કારણે મસ્જિદની છત તૂટીને નીચે પડી હતી. દિવાલોને પણ ભારે નુકસાન થયું હતું.
આ બર્બર હુમલાની જવાબદારી ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન પાકિસ્તાન દ્વારા લેવામાં આવી છે, સુન્ની મુસ્લિમ આતંકવાદીઓનું આ સંગઠન એપ્રીલ ૨૦૨૫માં બનાવવામાં આવ્યું હતું. આ સંગઠન અન્ય સુન્ની સંગઠનો જેમ કે હાફીઝ ગુલ બહાદુર, આઇઆઇપી વગેરે સાથે જોડાયેલું છે.પાક.ના વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે હુમલામાં સામેલ કોઇને પણ બક્ષવામાં નહીં આવે અને આકરી સજા આપીશું.આ હુમલામાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ માર્યા ગયા છે કેમ કે હુમલા સ્થળની બાજુમાં જ પોલીસ લાઇન પણ આવેલી છે.

Tags: pakistansuicide attack in khyber pakhtunkhwa
Previous Post

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

Next Post

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશભરના 12 રાજ્યોમાં ભારે વરસાદનું ઍલર્ટ

September 19, 2026
Next Post
ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.