ભારતીય અંતરિક્ષયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી 15 જુલાઈના
રોજ પૃથ્વી પર ફર્યા હતા. 18 દિવસની આ યાત્રા બાદ તેઓ પોતાના પરિવારને મળ્યા હતા. તેમણે બે
મહિના બાદ પરિવાર મળવાનો અનુભવ શેર કરતા લખ્યું હતું કે, અવકાશ ઉડાનનો અનુભવ અદ્ભુત છે
પણ લાંબા સમય પછી પરિવારને જોવો એ પણ એટલો જ અદ્ભુત અને સુખદ અનુભવ છે.
શુભાંશુએ 18 દિવસની ISS યાત્રા પૂર્ણ કરી, પ્રશાંત મહાસાગરમાં સ્પ્લેશડાઉન કર્યું અને હ્યુસ્ટનની ખાસ
સુવિધા કેન્દ્રમાં પરિવાર સાથે મુલાકાત કરી હતી. મેડિકલ ટેસ્ટ બાદ તેમણે પત્ની કામના અને ચાર
વર્ષના પુત્રને વ્હાલ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં પત્નીની આંખોમાં આંસુ જોવા
મળ્યા. તેમણે પોસ્ટના કેપ્સનમાં લખ્યું કે, યાત્રા પહેલા બે મહિના સુધી હું ક્વોરેન્ટાઈન હતો. જે સમય
દરમિયાન બાળકોને પણ મારી નજીક આવવાની છૂટ ન હતી. જે મારા માટે પડકારજનક હતું. શુભાંશુ
શુક્લાએ અંતરિક્ષ યાત્રામાં18 દિવસ દરમિયાન તેમણે 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, જેમાં
જીવવિજ્ઞાન, સામગ્રી વિજ્ઞાન અને AIનો સમાવેશ થાય છે.