ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. જૂન મહિનમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે
યુદ્ધ છેડાયું હતું. તેથી ઈરાનથી ઇંધણનો સપ્લાય અટક્યો હતો. આ કારણોસર ભારતમાં પેટ્રોલ-ડીઝલનો
ભાવ વધશે એવી સંભાવના ઊભી થઈ હતી. પરંતુ, હવે સરકારના કેબિનેટ પ્રધાને ભારતમાં
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘડાટો થશે એવી વાત કરી છે.
આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ‘ઉર્જા વાર્તા-2025’ નામનો હાઇડ્રોકાર્બન ક્ષેત્રનો દેશનો સૌથી
મોટો સેમિનાર યોજાયો હતો. જેમાં કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરીએ
સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, “અમે આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યાં પણ
ઇંધણ મળી રહ્યું છે, ત્યાંથી અમે જરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા છીએ. ભવિષ્યમાં પણ અમે ખરીદી
કરતા રહીશું. જ્યાં સુધી કોઈપણ એક દેશ પાસેથી તેલ ખરીદવાની વાત છે, ત્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં
ક્રૂડ તેલના પૂરતા વેચાણકર્તાઓ છે અને ભારતમાં પણ પૂરતો તેલ ભંડાર છે.
રશિયા બન્યું ભારતમાં ક્રુડ ઓઇલનું સપ્લાયર
ભારત તેની જરૂરિયાતનું 85 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે. રિફાઇનરીમાં તેને પેટ્રોલ-ડિઝલમાં
રૂપાંતરીત કરવામાં આવે છે. જોકે, પરંપરાગત રીતે પશ્ચિમ એશિયા ક્રૂડ ઓઇલનું મુખ્ય સ્ત્રોત હતું, પરંતુ
રશિયા લગભગ છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં ક્રૂડ ઓઇલનું મુખ્ય સપ્લાયર બની ગયું છે. હરદીપ સિંહ
પુરીએ આગળ જણાવ્યું હતું કે, “યુક્રેન સાથેના યુદ્ધ બાદ પશ્વિમી દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ
ખરીદવાનું બંધ કરી દીધું છે. તેથી રશિયાએ ડિસ્કાઉન્ટ આપીને પોતાના ક્રૂડ ઓઇલનું વેચાણ શરૂ કર્યું છે.
જેનો ભારતની રિફાઇનિંગ કંપનીઓએ લાભ લીધો છે. આજે ભારત રશિયા પાસેથી પોતાની જરૂરિયાતનું
40 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરી રહ્યું છે.