પાકિસ્તાન મીડિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સમ્ટેમ્બર 2025માં પાકિસ્તાન મુલાકાતના સમાચાર ફેલાયા હતા. પરંતુ વ્હાઈટ હાઉસે આ અહેવાલોનું ખંડન કર્યું છે. પાકિસ્તાનના મુખ્ય ન્યૂઝ ચેનલોએ આ દાવો કર્યો હતો, પરંતુ પાકિસ્તાની વિદેશ મંત્રાલય અને અમેરિકી દૂતાવાસે તેને નકારી કાઢ્યો છે.
પાકિસ્તાનની જાણીતી ન્યૂઝ ચેનલોએ ગુરુવારે 17 જુલાઈના દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની મુલાકાતે આવશે અને સંભવિત રીતે ભારતનો પણ પ્રવાસ કરશે. આ ખબરે પાકિસ્તાની મીડિયામાં ખળભળાટ મચાવ્યો, પરંતુ ટૂંક સમયમાં જ આ અહેવાલો ખોટા સાબિત થયા હતા. વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા આપતા કહ્યું કે હાલ ટ્રમ્પની પાકિસ્તાન મુલાકાતની કોઈ યોજના નથી.
અમેરિકાની સ્પષ્ટતા બાદ ન્યૂઝ ચેનલે પણ સમાચાર બિન-ચકાસાયેલા હોવાનો સ્વીકાર કરી માફી માંગી અને દર્શકોનો વિશ્વાસ ગુમાવવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. જ્યારે અન્ય ચેનલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના સ્પષ્ટીકરણ બાદ તેમણે આ ખબર પાછી ખેંચી લીધી. વિદેશ મંત્રાલયે કહ્યું કે તેમને ટ્રમ્પની મુલાકાતની કોઈ જાણકારી નથી. ઇસ્લામાબાદમાં અમેરિકી દૂતાવાસે પણ આવી કોઈ જાહેરાત ન હોવાનું જણાવ્યું.આ ઘટનાએ પાકિસ્તાની મીડિયાની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા છે. પાકિસ્તાની ચેનલોએ 18 સપ્ટેમ્બરે ટ્રમ્પની મુલાકાતની ખબરો ફેલાવી, જેનાથી રાજકીય અને લોકચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, વ્હાઈટ હાઉસ અને પાકિસ્તાની વિદેશ મંત્રાલયના ખંડન બાદ આ અફવાઓ શાંત થઈ. આ ઘટના બિન-ચકાસાયેલી માહિતીના પ્રસારણના જોખમો દર્શાવે છે, જે લોકોમાં ગેરસમજ પેદા કરી શકે છે.
ટ્રમ્પે રુપર્ટ મર્ડોક, વોલ સ્ટ્રીટ જર્નલ સામે 10 બિલિયન ડૉલરનો કેસ કર્યો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્સીટીન કેસને લઈને છાપેલા રિપોર્ટને લઈને એક્શન લીધું છે. તેમણે મીડિયા દિગ્ગજ મર્ડોક અને વૉલ સ્ટ્રીટ જર્નલ પર કેસ દાખલ કર્યો છે. ટ્રમ્પે 10 મિલિયન ડૉલરનો આ કેસ મિયામીની ફેડરલ કોર્ટમાં દાખલ કર્યો છે. આ કેસ વૉલ સ્ટ્રીટ જર્નલના એ રિપોર્ટને લઈને કરવામાં આવ્યો છે, જેમાં ટ્રમ્પની છોકરીઓ સપ્લાઇ કરનાર જેફરી એપ્સટીન સાથેની મિત્રતાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે અને તેનાથી ટ્રમ્પની શાખ જોખમમાં મૂકાઈ ગઈ છે. એટલું જ નહીં, 79 વર્ષના રિપબ્લિકન નેતાના રાજકારણમાં પણ નુકસાન થઈ રહ્યું છે.






