તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિને બિહારમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા
મતદાર યાદી પુનઃ નિરીક્ષણ (SIR)ની પ્રક્રિયાની આકરી ટીકા કરી હતી. તેમણે આ પ્રક્રિયાને
‘વ્યવસ્થામાં સુધારો નહીં, પરંતુ એક ખતરનાક પ્રયાસ જણાવ્યો છે.’
સ્ટાલિને શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કડક શબ્દોમાં પોસ્ટ કરી ચેતવણી આપી હતી કે,
લોકતંત્ર સામેના કોઈપણ જોખમ સામે આકરો વિરોધ નોંધાવવામાં આવશે. આ SIR (સ્પેશિયલ
ઈન્ટેન્સિવ રિવિઝન) વિશે નથી પરંતુ પરિણામ ઘડવા વિશે છે. તેથી, આગ સાથે ન રમવાનો પ્રયાસ
બંધ કરી દો.
તેમણે વધુમાં કહ્યું કે, ‘દિલ્હી જાણે છે કે, બિહારના મતદારો, જેણે ક્યારેક તેમને મત આપ્યા હતા હવે તે
જ તેમને સત્તામાંથી કાઢી મૂકશે. તેથી તે તેમના મત રોકવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. તમિલનાડુ
પોતાની પાસે હાજર લોકતાંત્રિક હથિયારથી આ અન્યાયનો મુકાબલો કરશે. બંધારણમાં વિશ્વાસ રાખનારા
પ્રત્યેક નાગરિક માટે, આ ફક્ત એક રાજ્યની વાત નથી, આ આપણા ગણતંત્રનો પાયો છે. લોકતંત્ર
જનતાનું છે, તેને ચોરી નહીં શકાય. સ્ટાલિનની આ ટિપ્પણી સોમવારે (21 જુલાઈ) કોર્ટમાં થયેલી એક
મહત્ત્વપૂર્ણ સુનાવણીના થોડા દિવસ પહેલા આવી હતી, જેમાં વિપક્ષ અને નાગરિક સમાજ સમૂહોને
બિહારથી શરૂ થતા મતદાર પુનઃ નિરીક્ષણના નિર્ણયની પ્રક્રિયાને પડકારવામાં આવ્યો છે.