બુધવારે વહેલી સવારે 8.7ની તીવ્રતાના ભૂકંપ પછી રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના ઉત્તરીય ટાપુ હોક્કાઇડોના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી આવી હતી વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 8.7 મપાઈ હતી. યુએસ જિયોલોજિકલ સરવે (USGS) ના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું. જેના બાદથી જાપાન અને અમેરિકાની એજન્સીઓએ સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. રશિયાના દરિયાકાંઠા તેમજ અમેરિકાના જાપાન અને કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. સમુદ્રમાં ત્રણ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં વિનાશ થઈ શકે છે.
બુધવારે વહેલી સવારે 8.7ની તીવ્રતાના ભૂકંપ પછી રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના ઉત્તરીય ટાપુ હોક્કાઇડોના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી આવી હતી. મંગળવારે હોનોલુલુમાં સુનામી ચેતવણીના સાયરન વાગવા લાગ્યા અને લોકોને ઊંચા સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે લગભગ 30 સેન્ટિમીટર ઊંચી સુનામીના પ્રથમ લહેર હોક્કાઇડોના પૂર્વ કિનારે નેમુરો પહોંચી હતી. સ્થાનિક ગવર્નર વાલેરી લિમારેન્કોના જણાવ્યા અનુસાર, પ્રથમ સુનામી મોજા પેસિફિક મહાસાગરમાં રશિયાના કુરિલ ટાપુઓના મુખ્ય વસાહત સેવેરો-કુરિલ્સ્કના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટક્યા હતા. નજીકમાં રહેતા લોકો સુરક્ષિત છે.
પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ જણાવ્યું હતું કે હવાઈ, ચિલી, જાપાન અને સોલોમન ટાપુઓના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 થી 3 મીટરથી વધુ ઉંચા મોજા ઉછળી શકે છે. રશિયા અને ઇક્વાડોરના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં 3 મીટરથી વધુ ઊંચા મોજા ઉછળી શકે છે. રશિયાની TASS ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપના કેન્દ્ર નજીક આવેલા સૌથી મોટા શહેર પેટ્રોપાવલોવસ્ક-કૈમચત્સકીમાં ગભરાયેલા લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. ઘરોમાં કાચ તૂટી ગયા હતા, રસ્તા પર કારને નુકસાન થયું હતું અને ઇમારતો ધ્રુજતી જોવા મળી હતી. વીજળી ખોરવાઈ જવા અને મોબાઇલ સર્વિસ ઠપ થવાનો રિપોર્ટ આપ્યો હતો. સખાલિન ટાપુના રહેવાસીઓને ઘરો ખાલી કરાવવામાં આવી રહ્યા હતા અને કટોકટી સેવાઓ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી હતી, એમ સ્થાનિક રશિયન અધિકારીએ જણાવ્યું હતું.