ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ દરમિયાન અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તે ભારત પર 20 થી 25 ટકા ટેરિફ લાદી શકે છે. બંને દેશો વચ્ચે ટેરિફ ડીલ માટે 1 ઓગસ્ટની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. સ્કોટલેન્ડથી અમેરિકા જતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત મીડિયાને જણાવી હતી. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત મારો મિત્ર દેશ છે. મારી અપીલ પર પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ કર્યું હતું. ભારત સાથે હજુ ટ્રેડ ડીલ નથી થઈ. પરંતુ ભારત અન્ય દેશો કરતા વધુ ટેરિફ વસુલે છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ ડીલ માટે 1 ઓગસ્ટની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. જો ત્યાં સુધી ટ્રેડ ડીલ નહી થાય તો અમેરિકા રેસિપ્રોક્લ ટેક્સ વસુલવાની શરુઆત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પૂર્વે એપ્રિલ માસમાં તમામ દેશો પર ઉચ્ચ ટેરિફ દરની જાહેરાત કરી હતી. જોકે, તેની બાદ ટ્રેડ ડીલ માટે સમય આપીને તેને 10 ટકા ઓછા દરે વસુલવાનું જણાવ્યું હતું. આ દરમિયાન અમેરિકા સાથે હજુ અમુક દેશોએ જ ટ્રેડ ડીલ કરી છે.ટ્રેડ ડીલ ફાઈનલ કરવા માટે ભારત સરકારે અમેરિકાને 1 ઓગસ્ટની સમયમર્યાદા મુલતવી રાખવા અપીલ કરી હતી પરંતુ આ ડેડલાઈન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નક્કી કરવામાં આવી છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો આ તારીખ સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચે કોઈ વેપાર કરાર નહીં થાય, તો હું ભારત પર 20-25 ટકા સુધીનો ટેરિફ લાદીશ. ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “બંને પક્ષો વાતચીતમાં રોકાયેલા છે. હજુ બે દિવસ બાકી છે. કંઈ પણ થઈ શકે છે. આશા છે કે, અમેરિકા સમય આપશે, પરંતુ અંતિમ નિર્ણય ત્યાંની સરકારે લેવાનો છે.