ઓગસ્ટ મહિનાના વરસાદે ઘણા રાજ્યોમાં હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગએ પણ આજે ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સુધી દિલ્હીમાં વરસાદની શક્યતા છે. તમિલનાડુ અને કેરળમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના 12 રાજ્યોમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યના 21 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે અને લખનૌમાં પણ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. જોકે, એવો અંદાજ છે કે, 6 ઓગસ્ટથી વરસાદ ઓછો થશે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનથી છ લોકોના મોત થયા ..રાજસ્થાનમાં પણ પૂરની સ્થિતિ છે. આજે 12 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.રાજસ્થાનમાં ચોમાસાની ધીમી ગતિને કારણે ગરમી ફરી વધી રહી છે. પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં વરસાદને કારણે, નદીઓ ઉભરાઈ રહી છે અને ભયના નિશાનની નજીક વહી રહી છે. બે-ત્રણ દિવસથી સતત વરસાદને કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું છે. IMD એ આજે દહેરાદૂન, નૈનિતાલ, ચંપાવત, ઉધમ સિંહ નગર, બાગેશ્વર અને ટિહરી જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દહેરાદૂન, પૌરી, ટિહરી અને હરિદ્વારમાં આજે પણ શાળાઓ બંધ રહેશે.