અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલો 50% ટેરિફ એક ગંભીર આર્થિક પડકાર ઊભો કરી રહ્યો છે.
આ નિર્ણયથી ભારતીય વ્યવસાયો પર સીધી અને લાંબા ગાળાની અસરો પડી શકે છે. અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાના નિર્ણય બાદ ભારતના વિદેશ
મંત્રાલયે આક્રોશ વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે આ નિર્ણયને ‘દુર્ભાગ્યપૂર્ણ અને અન્યાયી’ ગણાવ્યો છે.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે રશિયા પાસેથી તેલની આયાતનો નિર્ણય બજારના પરિબળો અને 1.4 અબજ
લોકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે ચેતવણી આપી છે
કે ભારત તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં ભરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 25% વધારાના ટેરિફ પર
ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. MEA એ આ પગલાને દુર્ભાગ્યપૂર્ણ અને
ગેરવાજબી ગણાવ્યું છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભારતની રશિયા પાસેથી તેલની આયાત બજારની
જરૂરિયાત મુજબ અને દેશની ઊર્જા સુરક્ષા માટે છે. ભારતે ભારપૂર્વક કહ્યું છે કે અન્ય દેશોની જેમ જ તે
પણ પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ આવશ્યક પગલાં ભરશે.
ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, “તાજેતરના સમયમાં, યુનાઇટેડ સ્ટેટ્સે
રશિયાથી ભારતની તેલ આયાતને નિશાન બનાવી છે.” મંત્રાલયે ફરી એકવાર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી
કે ભારતની તેલ આયાત બજાર પરિબળો પર આધારિત છે. ભારત તેના 1.4 અબજ લોકોની ઊર્જા
સુરક્ષાને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી આયાત કરે છે. આ નિર્ણય કોઈ રાજકીય હેતુ માટે નહીં, પરંતુ
દેશની જરૂરિયાત મુજબ લેવામાં આવ્યો છે.
દરેક દેશ પોતાની નીતિઓનું રક્ષણ કરવા કડક વલણ અપનાવે છે,અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ
MEA એ અમેરિકાના વધારાના ટેરિફના નિર્ણયને ‘અત્યંત દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યો છે. મંત્રાલયે કહ્યું કે,
“અન્ય ઘણા દેશો પણ તેમના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ રહ્યા છે, છતાં અમેરિકાએ
ભારતને નિશાન બનાવ્યું છે.” ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ પગલાં ‘અન્યાયી અને ગેરવાજબી’ છે.
આના જવાબમાં, ભારતે પણ પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં ભરવાની
ચેતવણી આપી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે જો અમેરિકા આ ટેરિફ પાછો નહીં ખેંચે તો ભારત પણ
વળતો પ્રહાર કરી શકે છે.આ ઘટનાક્રમ દર્શાવે છે કે વૈશ્વિક રાજકારણમાં ભલે દેશો એકબીજાના વ્યૂહાત્મક
ભાગીદાર હોય, પરંતુ જ્યારે રાષ્ટ્રીય હિતોની વાત આવે ત્યારે દરેક દેશ પોતાની નીતિઓનું રક્ષણ કરવા
માટે કડક વલણ અપનાવે છે. ભારતનો આ પ્રતિભાવ દર્શાવે છે કે તે કોઈપણ દબાણ હેઠળ ઝુકશે નહીં.