બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો હતો.
રાહુલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણીઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે ભાજપ પર મત
ચોરી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. રાહુલે કહ્યું કે પહેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન નહોતા, છતાં
આખા દેશમાં એક જ દિવસમાં ચૂંટણીઓ થતી હતી, પરંતુ હવે આવું થતું નથી.
તેમણે ચૂંટણી પંચ પર પણ પ્રશ્નો ઉઠાવતા કહ્યું,”એક્ઝિટ પોલ્સ, ઓપિનિયન પોલ્સ કંઈક બીજું બતાવે છે,
જેમ કે હરિયાણા અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં જોવા મળ્યું હતું, અને પછી અચાનક પરિણામ કંઈક બીજું
જ બહાર આવે છે. આમાં મોટો તફાવત જોવા મળ્યો છે. અમારો સર્વે પણ ખૂબ જ મજબૂત છે, પરંતુ
તેનું પરિણામ પણ અલગ દેખાય છે. સર્વેમાં જે કંઈ દેખાય છે, પરિણામ તેનાથી વિપરીત જ બહાર આવે
છે.”
રાહુલે કહ્યું, “મહારાષ્ટ્રમાં 5 મહિનામાં ઘણા નવા મતદારો ઉમેરાયા છે, જે 5 વર્ષ કરતા ઘણા વધારે છે.
આ કારણે અમને શંકા ગઈ. અમારું ગઠબંધન વિધાનસભા ચૂંટણી હારી ગયું, પરંતુ અમે લોકસભા ચૂંટણી
જીતી ગયા. અમને શંકા છે કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગોટાળા થયા છે. અચાનક એક કરોડ નવા મતદારો
ક્યાંથી આવ્યા? અમે ચૂંટણી પંચ પાસે મતદાર યાદી માંગી, પરંતુ તેમણે મતદાર યાદી આપી નહીં.