અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે માહિતી આપી હતી કે સોના પર કોઈ ટેરિફ (આયાત ડ્યુટી)
નહીં લાગે. આ સાથે, તેમણે યુએસ કસ્ટમ્સ વિભાગના નિર્ણયને નકારી કાઢ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું
કે સ્વિટ્ઝર્લૅન્ડથી આવતા સોનાના બાર પર ડ્યુટી લાદવામાં આવશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું – “સોના પર ટેરિફ નહીં લાગે!” એટલે કે, સોના
પર કોઈ ટેક્સ નહીં લાગે. તેમના નિવેદન પછી, સોનાના વાયદાના ભાવ 2.48% ઘટીને $3,404.70
પ્રતિ ઔંસ પર બંધ થયા. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા આપી ગયા શુક્રવારે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા,
જ્યારે યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (CBP) એ ચુકાદો આપ્યો કે ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલ 39%
આયાત ડ્યુટી સ્વિટ્ઝર્લૅન્ડથી આવતા 1 કિલો અને 100 ઔંસ વજનના સોનાના કાસ્ટ બાર પર
લાદવામાં આવશે. આવા સોનાના બાર મુખ્યત્વે કોમોડિટી એક્સચેન્જ (COMEX) પર સોના, ચાંદી
અને અન્ય ધાતુઓના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટને ટેકો આપવા માટે વપરાય છે.






