છેલ્લા 24 કલાકમાં રાજ્યના 226 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં
છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં 5થી 13.31 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 45
તાલુકામાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં સૌથી વધુ 13.31 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય કેશોદમાં
11.22 ઈંચ વરસાદ,વંથલીમાં 10.39 ઈંચ, પોરબંદરમાં 10.24 ઈંચ, ગણદેવીમાં 9.21 ઈંચ, કપરાડામાં
8.27 ઈંચ વરસાદ, માણાવદરમાં 8.23 ઈંચ, ચીખલીમાં 8.03 ઈંચ, કુતિયાણામાં 6.93 ઈંચ,રાણાવાવમાં
6.69 ઈંચ, ડોલવણમાં 6.61 ઈંચ, નવસારીમાં 6.61 ઈંચ વરસાદ, જલાલપોરમાં 5.98 ઈંચ, ખેરગામમાં
5.94 ઈંચ, તાલાલામાં 5.67 ઈંચ, પારડીમાં 5.39 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 5.31 ઈંચ, ભાવનગરના
મહુવામાં 5.31 ઈંચ, વાપીમાં 5.12, ઉમરગામમાં 5 ઈંચ, સુરતના મહુવામાં 4.96, વ્યારામાં 4.92 ઈંચ,
ધરમપુરમાં 4.92 ઈંચ, કાલાવડમાં 4.92 ઈંચ, માળિયાહાટીનામાં 4.88 ઈંચ, વાંસદામાં 4.84, વાલોડમાં
4.69 ઈંચ, દ્વારકામાં 4.49 ઈંચ, ગારીયાધારમાં 4.37 ઈંચ, મહુધામાં 4.37, સુત્રાપાડામાં 4.33 ઈંચ
વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં આજે 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ
એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન
ફુંકાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ,
મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડ સહિત 10 તાલુકામાં ભારે
વરસાદની સંભાવના છે. બીજી તરફ પંચમહાલ અને દાહોદને બાદ કરતા 20 જિલ્લામાં અઢીથી ચાર ઈંચ
સુધી વરસાદ પડવાની સંભાવના છે. મૂશળધાર વરસાદ બાદ દ્વારકાના કલ્યાણપુરમાં જળબંબાકારની
સ્થિતિ સર્જાઈ હતી. કલ્યાણપુરનું રાવલ ગામ ફરી પાણી પાણી થયું હતું. રાવલ ગામની ચારે તરફ માત્ર
પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાવલ ગામના ખેતરો બેટમાં ફેરવાયા હતા. 19 ઓગસ્ટે
કલ્યાણપુરમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢના કેશોદના બાલાગામ ઘેડમાં રેસ્ક્યૂ ઓપરેશન
કરવામાં આવ્યું હતું. બે સ્થળોએથી સાત લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 4 વાગ્યા સુધી
રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. ધસમસતા પાણીના પ્રવાહમાં દીલધડક રેસ્ક્યૂ કરાયું હતું. તમામ લોકોને
સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.