દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે વિપક્ષના ગઠબંધન I.N.D.I.A તરફથી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી છે. આ અવસર પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા નેતા રામગોપાલ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉત સહિત વિપક્ષના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ગઈકાલે એનડીએ ગઠબંધનના સીપી રાધાકૃષ્ણનને આ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.
બી સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવતાં પહેલાં સંસદ ગૃહની બહાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ નમન કર્યું હતું. તેમણે સ્વતંત્રતા સેનાની અને મહાન નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સૂત્રો અનુસાર, સુદર્શન રેડ્ડીએ ચાર સેટમાં ઉમેદવારી નોંધાવી છે. જેમાં 20 પ્રસ્તાવક અને 20 સમર્થક સામેલ રહ્યા છે.