Monday, September 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મરાઠા અનામતઃ CSMT સ્ટેશન બન્યું શેલ્ટર હોમ, પોલીસ સુરક્ષામાં વધારો

આજે ચોથા દિવસે મુંબઈ સીએસએમટી સહિત અન્ય સ્ટેશનો પર કાર્યકરો એઝ યુઝવલ ભીડ જોવા મળી

dharmendravaghela by dharmendravaghela
2025-09-01 12:02:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મરાઠા અનામત અપાવવા મુદ્દે મનોજ જરાંગે-પાટીલ ભૂખહડતાળ પર છે. આજે સોમવારે ચોથો દિવસ

છે, ત્યારે મુંબઈ સીએસએમટી સહિત અન્ય સ્ટેશનો પર કાર્યકરો એઝ યુઝવલ ભીડ જોવા મળી હતી.

સુરક્ષાના ભાગરુપે આરપીએફ અને જીઆરપીના વધુ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.મોટા

ભાગના પ્લેટફોર્મ પર સૂવાનું, ખાવાનું અને અમુક લોકો તો ટ્રેક પર લઘુશંકા કરતા હોવાનું પણ જણાવ્યું

હતું. સીએસએમટી સ્ટેશનના સાતેય પ્લેટફોર્મ અને પેસેજમાં કાર્યકરોએ ધામા નાખેલા છે. સ્ટેશનના

પરિસરમાંથી પ્રવાસીઓને અવરજવર કરવામાં રીતસર અગવડ પડી રહી હોવા છતાં પ્રવાસીઓ પણ

હવે તેની અવગણના કરી રહ્યા છે. બીજી બાજુ રેલવે સ્ટેશનના પરિસર બહાર પાલિકા બિલ્ડિંગ, જાહેર

રસ્તાઓ પર પણ કુસ્તી અને કસરતો કરતા કાર્યકરો જોવા મળ્યા હતા, જેનાથી લોકોને કૌતુક પણ જાગ્યું

હતું.
પશ્ચિમ રેલવેની તુલનામાં મધ્ય રેલવેમાં સીએસએમટી, દાદર સહિતના સ્ટેશને કાર્યકરોની સૌથી વધુ

ભીડ છે. સીએસએમટી સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર અડ્ડો જમાવી બેઠા હોવાથી દરેક ટ્રેનમાં

મહિલાઓની ચઢઉતર પર કાર્યકરો તાકીને જોતા હોય છે. એક નહીં એક સાથે અનેક યુવાનોની

શરમજનક વર્તણૂક જોવા મળે છે.સ્ટેશન પર આવી વાત અસામાન્ય લાગે છે. સવાર સવારમાં ઠેરઠેર

કચરાના ઢગલા અને લોકો જાણે ખાધાપીધા વિના બેઠા હોય એમ લાગતું હતું. આ પ્રકારનો માહોલ તો

ક્યારેય જોવા મળ્યો નથી. વાસ્તવમાં મુંબઈ જેવા આર્થિક પાટનગરમાં આ પ્રકારની મૂવમેન્ટ મુદ્દે અનેક

સવાલો ઊભા થાય છે, એમ પણ એક મહિલાએ જણાવ્યું હતું.મરાઠા આંદોલનને કારણે મહારાષ્ટ્રના

ઠેકઠેકાણેથી આવેલા લાખો મરાઠાઓએ દક્ષિણ મુંબઈને છેલ્લા ત્રણ દિવસથી બાનમાં લીધું છે ત્યારે

વેપારી વર્ગને આ આંદોલનનો મોટો ફટકો પડ્યો છે. ગણેશોત્સવ ચાલુ છે, મુંબઈગરાઓ સહિત અન્ય

રાજ્યમાંથી આવનારા લોકોની સારી એવી ભીડ મુંબઈમાં જોવા મળતી હોય છે.જેનો લાભ હંમેશાં વેપારી

વર્ગને થતો હોય છે, પરંતુ હાલમાં મરાઠા આંદોલનને કારણે ટ્રાફિક જૅમ, રેલવે પ્રવાસમાં મુશ્કેલી તથા

દુકાનો બંધ કરાવવામાં આવી હોવાને કારણે વેપારીઓને મોટો ફટકો પડ્યો છે.

Tags: csmt shelterhomemaratha aandolanMumbai
Previous Post

SCO સમિટમાં મોદી, પુતિન અને જિનપિંગ એકજૂટ દેખાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

SCO સમિટમાં મોદી, પુતિન અને જિનપિંગ એકજૂટ દેખાયા
આંતરરાષ્ટ્રીય

SCO સમિટમાં મોદી, પુતિન અને જિનપિંગ એકજૂટ દેખાયા

September 1, 2025
અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના, લેન્ડિંગ કરવા જતા બે વિમાન ટકરાયા, 3ના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના, લેન્ડિંગ કરવા જતા બે વિમાન ટકરાયા, 3ના મોત

September 1, 2025
ટેરિફ દૂર કરવામાં આવશે તો અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે: ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ટેરિફ દૂર કરવામાં આવશે તો અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે: ટ્રમ્પ

September 1, 2025

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.